દિવાળી માટે ખાસ યુનિક કાલા જામ રેસીપી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | દિવાળીના શુભ પર્વ પર મોં મીઠું કરાવવા માટે ભરેલા કાલા જામુન એક અદ્ભુત અને શાહી વાનગી છે. સામાન્ય ગુલાબ જામુન કરતા આ કાલા જામુનનો રંગ ડાર્ક બ્રાઉન હોય છે અને તેની અંદર કેસર તેમજ ડ્રાયફ્રુટ્સનું રોયલ સ્ટફિંગ ભરવામાં આવે છે. 

બહારથી સોફ્ટ અને અંદરથી ડ્રાયફ્રુટ્સના સરસ ક્રંચ સાથે ચાસણીમાં બોળાયેલા આ કાલા જામુન દિવાળીની સ્વીટ્સમાં ચાર ચાંદ લગાવી દેશે.

ભરેલા કાલા જામ રેસીપી 

સામગ્રી 

  • 125 ગ્રામ માવો
  • 50 ગ્રામ પનીર છીણેલું
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી સોજી 
  • 2 ચમચી મેંદો 
  • 4 ચમચી દૂધ 

સ્ટફિંગ માટે સામગ્રી 

  • 1/2 કપ પાઉડર ડ્રાયફ્રુટ્સ
  • 3 ચમચી કેસર દૂધ
  • તળવા માટે તેલ

ખાંડની ચાસણી માટે સામગ્રી 

  • 1 કપ ખાંડ
  • 2 કપ પાણી

સજાવટ માટે સામગ્રી 

  • ચાંદીના વરખ
  • ગુલાબની પાંખડીઓ
  • પિસ્તા

ભરેલા કાલા જામ બનાવવાની રીત 

એક મોટા વાસણમાં 125 ગ્રામ માવો અને 50 ગ્રામ છીણેલું પનીર ભેગું કરી હાથની હથેળી વડે 5 મિનિટ સુધી સરસ રીતે મસળીને સ્મૂથ કરી લો. 

હવે તેમાં ખાંડ, સોજી અને મેંદો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ 4 ચમચી દૂધ થોડું થોડું ઉમેરીને એકદમ સોફ્ટ અને લીસો માવો તૈયાર કરો.

એક નાના બાઉલમાં પાઉડર ડ્રાયફ્રુટ્સ લો. તેમાં કેસર વાળું દૂધ અને થોડો તૈયાર કરેલો જામુનનો માવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો જેથી સ્ટફિંગનું એકસરખું મિશ્રણ બની જાય.

એક તપેલીમાં ખાંડ અને પાણી ભેગું કરી મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને 5 મિનિટ માટે ઉકાળો. 

ચાસણી એક કે બે તારની નથી બનાવવાની, માત્ર હાથમાં ચીકણી લાગે તેવી તૈયાર કરી ગેસ બંધ કરી બાજુ પર રાખો.તૈયાર કરેલા જામુનના માવામાંથી નાના લુવા બનાવો. 

દરેક લુવાને હથેળી પર થોડો ચપટો કરી વચ્ચે થોડું ડ્રાયફ્રુટ્સ સ્ટફિંગ મૂકો. હવે લુવાને બધી બાજુથી બંધ કરી હળવા હાથે ગોળ અથવા લાંબો જામુનનો શેપ આપો. એક કડાઈમાં તળવા માટે તેલ ધીમી આંચ પર ગરમ કરો. 

તેલ બહુ ગરમ ન હોવું જોઈએ. જામુન ઉમેરીને ધીમી આંચ પર સતત ચમચાથી તેલને ફરતે હલાવતા રહી ડાર્ક બ્રાઉન આવે ત્યાં સુધી તળી લો. જામુન તળાઈ જાય એટલે તેને તરત જ નવશેકી ગરમ ખાંડની ચાસણીમાં ઉમેરો અને 3 કલાક માટે ચાસણી સોષવા દો.

ચાસણી સરસ સોષાઈ જાય એટલે કાલા જામુનને સર્વિંગ પ્લેટમાં કાઢો. તેના પર ચાંદીના વરખ લગાવો, સૂકી ગુલાબની પાંખડીઓ અને ઝીણા સમારેલા પિસ્તાથી સજાવીને આ શાહી ભરેલા કાલા જામુન સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *