At present Gujarat rain fall knowledge: ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સુરતના અંબિકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતના 13 તાલુકામાં 10થી 25 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકા એવા છે જ્યાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં 10થી 25 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ 13 તાલુકામાં પડેલા વરસાદની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
| તાલુકો | વરસાદ(ઈંચમાં) |
| અંબિકા | 24.06 |
| ડોલવાન | 16.73 |
| વાસો | 16.38 |
| વાંસદા | 16.26 |
| ઉમરપાડા | 14.69 |
| નડિયાદ | 13.03 |
| નેત્રંગ | 13.03 |
| ધરમપુર | 11.02 |
| વઘઈ | 10.94 |
| માંગરોલ | 10.71 |
| આણંદ | 10.67 |
| સુબિર | 10.24 |
અમદાવાદમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે 1 ઓગસ્ટની મોડીરાત્રે અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરુ થયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે આપેલી પીડીએફમાં છે.
ગુજરાતમાં 1 ઓગસ્ટે 6 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
