In the present day Newest information stay replace 1 august 2026 saturday: ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સુરતના અંબિકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં 3.46 ઈંચ વરસાદ નોધાયો હતો.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
-
Aug 01, 2026 09:36 IST
In the present day Information Reside: કુલગામ આતંકવાદી હુમલામાં બીજા મજૂરનું મોત થયું છે
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું પણ મોત થયું છે. મૃતક મજૂર પણ છત્તીસગઢનો રહેવાસી હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ANIના અહેવાલ મુજબ, આતંકવાદી હુમલા બાદ નવીનતમ અપડેટ એ છે કે સુરક્ષા દળોએ શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ હુમલાની નિંદા કરી અને પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી, તેમને શોધખોળ અભિયાન વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો.
-
Aug 01, 2026 08:53 IST
In the present day Information Reside: ગુજરાતમાં સવારના બે કલાકમાં 135 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં 3.46 ઈંચ વરસાદ નોધાયો હતો.
-
Aug 01, 2026 06:59 IST
In the present day Information Reside: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
-
Aug 01, 2026 06:58 IST
In the present day Information Reside: સુરતના અંબિકામાં 24 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સુરતના અંબિકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
