ગુજરાતમાં 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat rain updates : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની સીસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસ સમગ્ર ગુજરાત પર મેઘની મહેર જોવા મળી હતી. ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનું શરું થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત રાજ્યમાં 24 કલકામાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં 7.24 ઈંચ પડ્યો હતો.

રાજ્યના 259 તાલુકામાં મેઘ મહેર

ગુજરાત સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 14-9-2026, સવારે 6 વાગ્યાથી 15-9-2026, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કૂલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો 

રાજ્યના 14 તાલુકામાં 4 થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 14-9-2026, સવારે 6 વાગ્યાથી 15-9-2026, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કૂલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 14 તાલુકા એવા છે જ્યાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 

તાલુકો વરસાદ(ઈંચમાં)
અંજાર 7.24
વલ્લભીપુર 6.1
જામનગર 5.59
બોરસદ 5.51
ઉના 5.43
કોટડા સંઘાની 5.2
ગાંધીધામ 5.2
ભચાઉ 4.61
કડી 4.29
કરજણ 4.29
સુરત શહેર 4.17
બોટાદ 4.13

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં આજે હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ અને સાબરકાંઠા માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ- નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક

દેશભરના 22 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 15 સપ્ટેમ્બરના રોજ દેશભરના 22 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતોએ ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *