Akhilesh Yadav : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની અયોધ્યા પ્રવાસની ચર્ચા ઘણી વધારે થઇ રહી છે. જ્યારથી સપાના નેતા પવન પાંડેએ મીડિયાને માહિતી આપી હતી કે અખિલેશ 12 ડિસેમ્બરે રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જશે, ત્યારથી બધા અખિલેશની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. બુધવારે લખનઉમાં પાર્ટી કાર્યાલય પર આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે કહ્યું કે તેઓ માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કેદારનાથ અને મથુરા-વૃંદાવનની પણ જશે.
મીડિયાના પ્રશ્નના જવાબમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે તેઓ માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કેદારનાથ અને મથુરા-વૃંદાવનની પણ જશે. અખિલેશ તેમની અયોધ્યા મુલાકાત અંગે પત્રકારના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.
‘ભગવાન સુધી પહોંચવાના રસ્તા અલગ અલગ હોય છે’
અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન દરેકના છે. અલગ અલગ ધર્મોના અલગ અલગ રીતરિવાજો અને પરંપરાઓ હોય છે, અને ભગવાન સુધી પહોંચવા અને યાદ કરવાના અલગ અલગ રસ્તા હોય છે. તો આપણે શા માટે ન જવું જોઈએ? અમે કેદારશ્વર સાથે સાથે મથુરા અને વૃંદાવન પણ જઈશું. અમે પહેલા પણ આ સ્થળોએ જઇએ છીએ. કેદારેશ્વરની મુલાકાત લીધા પછી અમે આશીર્વાદ લેવા પણ જઈશું. પીડીએનો અર્થ ‘પહેલા દર્શન, પછી આશીર્વાદ’ થાય છે, તો તેઓ પીડીએ વિશે આટલા ચિંતિત કેમ છે?
Lucknow, Uttar Pradesh: Samajwadi Celebration chief Akhilesh Yadav says, “Look, God belongs to everybody. Totally different religions have completely different practices and completely different paths to achieve God and keep in mind Him. So why should not we go? We are going to go to Kedareshwar in addition to Mathura-Vrindavan. Now we have been visiting these locations up to now too. After visiting Kedareshwar, we may also go forward and search blessings. PDA means Pehle Darshan, phir Aashirwad. So why are they so anxious in regards to the PDA? First, we search darshan after which blessings, and we’ve got already acquired these blessings. We have already got Shivpal and Ram Gopal in our household. Inform me, do not we? Who’re the 2 uncles? Shivpal Yadav and Ram Gopal Yadav. So, we have already got Shivpal and Ram Gopal in our household, and we’ve got been receiving their blessings all alongside.”
— IANS (@ians_india) November 11, 2026
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કરી વાતચીત, સમાધાન માટે દરેક સંભવ મદદ માટે ભારત તૈયાર
અમારા ઘરમાં શિવ અને રામ ગોપાલ પહેલાથી જ છે
અખિલેશ યાદવે આગળ કહ્યું કે અમારા પરિવારમાં તો પહેલાથી જ શિવપાલ અને રામ ગોપાલ છે. બે ચાચા કોણ છે? શિવપાલ યાદવ અને રામ ગોપાલ યાદવ. તો અમારા પરિવારમાં પહેલાથી જ શિવપાલ અને રામ ગોપાલ છે, અને અમને હંમેશા તેમના આશીર્વાદ મળ્યા છે.
