Tomato Shopping for Tuide: ટામેટા દેશી છે કે હાઇબ્રિડ? માત્ર લાલ ચટાક રંગ નહીં, ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો

Tomato Shopping for Tuide: ટામેટા દેશી છે કે હાઇબ્રિડ? માત્ર લાલ ચટાક રંગ નહીં, ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Tomato Shopping for Guide : ટામેટા એક શાકભાજી છે, જે સબ્જી, સૂપ અને સલાડમાં વપરાય છે. બજારમાં એવા ઘણા શાકભાજી છે, જે દેશી અને હાબ્રિડ બંને પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ આવા શાકભાજીને ઓળખવા સરળ નથી હોતું. ખાસ કરીને કાકડી, રીંગણ, દૂધી અને મરચાં જેવા શાકભાજીમાં દેશી અને હાઇબ્રિડ જાતો એકસરખી દેખાય છે, જે ઘણીવાર લોકોને મૂંઝવણમાં મૂકે છે. તેમાં ટામેટાં પણ સામેલ છે.

હાઇબ્રિડ શાકભાજી આધુનિક ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવે છે જેથી તેનું કદ મોટું હોય, ઉત્પાદન વધારે થાય અને તે ઝડપથી બગડતા નથી. જ્યારે દેશી શાકભાજી કુદરતી રીતે ઉગાડવામાં આવે છે, જેનો સ્વાદ વધુ કુદરતી અને સુગંધિત માનવામાં આવે છે. ટામેટાંની વાત કરીએ તો મોટાભાગના લોકો સ્વાદ અને પોષણ માટે દેશી ટામેટા ખરીદવાનું પસંદ કરે છે, પરંતુ માહિતીના અભાવે તેઓ હાઇબ્રિડ ટામેટા ખરીદે છે. આવી સ્થિતિમાં, કેટલીક સરળ રીત વડે તમે હાઇબ્રિડ અને દેશી ટામેટા સરળતાથી ઓળખ શકો છો.

હાઇબ્રિડ ટામેટા એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે લાંબા સમય સુધી બગડે નહીં, કદમાં મોટા દેખાય છે અને વધુ ઉત્પાદન આપે છે. આવા ટામેટાના વાવેતર દરમિયાન રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને આધુનિક ખેતીની તકનીકોનો ઉપયોગ ઘણીવાર કરવામાં આવે છે જેથી ટામેટાં ઝડપથી તૈયાર થઈ જાય. જ્યારે દેશી ટામેટાં સામાન્ય રીતે ઉગાડવામાં આવે છે. તે કુદરતી ખાતર અને પરંપરાગત ખેતીની તકનીક દ્વારા ઉગાડવામાં આવે છે. દેશી ટામેટાંમાં કુદરતી સ્વાદ અને પોષણ વધારે હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ટામેટાનું કદ 

દેશી ટામેટા નાના અથવા મધ્યમ કદના હોય છે. તેનો આકાર સંપૂર્ણ રીતે ગોળાકાર નથી હતો અને સહેજ વાંકા ચુકા હોઇ શકે છે. જ્યારે કદમાં મોટા અને દેખાવમાં લગભગ સમાન દેખાતા ટામેટા ઘણીવાર વર્ણસંકર હોય છે. તેમનો આકાર એકદમ સરળ અને ગોળાકાર હોય છે.

ટામેટાનો રંગ

દેશી ટામેટાંનો રંગ ઘટ્ટ લાલ અથવા આછો લાલ હોય છે. કેટલીકવાર ઉપર આછા લીલા રંગનો ભાગ પણ જોઈ શકાય છે. તો હાઇબ્રિડ ટામેટા દેખાવમાં ચમકદાર અને એકદમ સમાન લાલ રંગ હોય છે.

ટામેટાની છાલ અને પલ્પ

દેશી ટામેટાની છાલ પાતળી અને નરમ પલ્પ હોય છે. જ્યારે કાપવામાં આવે છે ત્યારે વધુ રસ નીકળે છે. જ્યારે હાઇબ્રિડ ટામેટાંની છાલ જાડી હોય છે અને પલ્પ કડક હોય છે, જેના કારણે તે ઝડપથી બગડતા નથી.

ટામેટાનો સ્વાદ

હાઇબ્રિડ ટામેટાંનો સ્વાદ સહેજ ફિક્કો હોઇ શકે છે જ્યારે દેશી ટામેટામાં ખટાશ અને મીઠાશનું સંતુલન હોય છે. ચટણી, સલાડ અને શાકભાજીમાં દેશી ટામેટાંનો સ્વાદ વધુ સારો હોય છે.

આ પણ વાંચો | બટાકાના શાક માંથી ક્રિસ્પી કટલેટ બનાવવાની સરળ રીત, વધારે સામગ્રીની જરૂર પડશે નહીં

Disclaimer
આ લેખમાં આપલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *