Gujarat Heatwave Replace: સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ગરમીનો પારો 43°C ને પાર કરી ગયો છે, જેમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે અને લોકો બહાર નીકળતી વખતે છત્રી કે દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે.
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે આજથી આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન હાલ 43.4°C નોંધાયું છે, જે સામાન્ય કરતા લગભગ 2 ડિગ્રી વધારે છે. આકાશ સાફ રહેવાના કારણે સીધો તાપ લાગતા ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 10, 2026
આગામી 7 દિવસની આગાહી અને હીટવેવની ચેતવણી
નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 3 દિવસમાં તાપમાન હજુ પણ 2-3°C વધી શકે છે.
પીએમ મોદી સોમનાથના 75મા સ્થાપના મહોત્સવમાં આપશે હાજરી, વડોદરામાં યોજાશે ભવ્ય રોડ શો
યલો એલર્ટ: કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આગામી 7 દિવસ હીટવેવની આગાહી છે.
તાપમાનની સંભાવના: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.
માત્ર દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે બાકી સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.
