Pickles Storage Suggestions : અથાણાંમાં ફુગ લાગે તો ફેંકશો નહીં. આ રીતે સાફ કરીને ફરી સ્ટોર કરો

Pickles Storage Suggestions : અથાણાંમાં ફુગ લાગે તો ફેંકશો નહીં. આ રીતે સાફ કરીને ફરી સ્ટોર કરો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Pickles Storage Suggestions અથાણું એક વખત બનાવ્યા બાદ આખું વર્ષ ખાઇ શકાય છે. ભારતીય ઘરોમાં કેરી, લસણ, મરચાં, લીંબુ, ફણસ વગેરેના વિવિધ પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે. ઘરે બનાવેલા અથાણાં, જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો, લાંબા સમય સુધી બગડતા નથી અને તેનો સ્વાદ જળવાઇ રહે છે. પરંતુ કેટલીકવાર યોગ્ય કાળજી લીધા પછી પણ, અથાણામાં ફુગ લાગી જાય છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં અથવા ભેજના કારણે આ સમસ્યા વધુ જોવા મળે છે. આ કિસ્સામાં ઘણા લોકો ફુગ જોતાની સાથે જ બધુ આખું ફેંકી દે છે.

કેટલીકવાર ફુગ ફકત અથાણાંની ઉપરની સપાટી પર જ રહે છે. જો અથાણામાં તીવ્ર ગંધ, રંગમાં ફેરફાર અથવા બગડવાની સમસ્યા ન હોય, તો થોડી સાવચેતી રાખીને તમે અથાણાને ફરીથી સલામત રીતે સંગ્રહિત કરી શકો છો. ફુગ લાગ્યા બાદ પણ અથાણાને સલામત રીતે સ્ટોર કરવાની રીત જાણો.

અથાણાંમાં ફુલ કેમ લાગે છે?

અથાણામાં ફુગ લાગવાનું મુખ્ય કારણ ભેજ અથવા ઓછું તેલ હોઈ શકે છે. જ્યારે અથાણાં હવા અને ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે મસાલામાં અને સપાટી પર ફૂગ લાગવાની શરૂઆત થાય છે. આ સાથે ગંદા હાથ અને ચમચી વડે અથાણું કાઢવાથી પણ તે બગાડી શકાય છે.

પ્રથમ રીત

સૌ પ્રથમ, સૂકા અને ચોખ્ખા ચમચીની મદદથી અથાણાં માંથુ બધી ફુગને દૂર કરો. ફુગ અથાણાંની અંદર ન પડી જોઇએ. ઉપરાંત, આ સમય દરમિયાન ભીની અથવા વપરાયેલી ચમચી અથાણાંમાં ડુબાડશો નહીં. ફુગ હટાવ્યા બાદ અથાણાંને સાફ અને સૂકા વાસણમાં કાઢી થોડા કલાકો માટે સૂર્યપ્રકાશમાં મૂકો. તેનાથી અથાણાંમાં વધુ પડતો ભેજ ઓછો થશે અને અને તે વધુ સુરક્ષિત થઇ શકે છે.

બીજી રીત

જો અથાણાંમાં તેલ ઓછું થયું હોય તો ફુગ લાગી શકે છે. આથી તેલ ગરમ કરો, પછી તેને સંપૂર્ણ ઠંડુ થવા દો. હવે આ તેલ અથાણાંની બરણીમાં રેડો. અથાણાંની ઉપરની સપાટી સુધી તેલથી લબોલબ હોવી જોઇએ. જો જરૂર હોય તો તેમાં થોડું મીઠું અને શેકેલા મસાલા ઉમેરો. હવે જૂની બરણીને ગરમ પાણીથી ધોઈને તડકામાં સારી રીતે સૂકવી લો. ત્યાબાદ તે બરણીમાં અથાણાંને ફરીથી ભરી લો.

આ પણ વાંચો | ઢોકળા નરમ અને સ્પોન્જી કેમ નથી બનતા? આ ભૂલ કરવાનું ટાળો

આ સરળ પગલાં અનુસરીને સપાટી પર લાગેલી ફુગને સરળ રીતે સાફ કર્યા બાદ અથાણાંને ફરી સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે. જો અથાણાં માંથી તીવ્ર ગંધ આવે, રંગ બદલાઇ જાય અથવા અંદર થી ફુગ લાગી જાય છે, તો આવા અથાણાં ફેંકી દેવા જોઈએ. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *