IPL 2026 Gujarat Titans vs Royal Challengers Bengaluru, GT vs RCB Rating: બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલના આક્રમક 43 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબી 19.2 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ગુજરાતે 15.5 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, શાહરુખ ખાન, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી,જેકોબ બેથલ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.
-
Apr 30, 2026 23:04 IST
GT vs RCB LIVE : ગુજરાત ટાઇટન્સનો 4 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલના આક્રમક 43 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબી 19.2 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ગુજરાતે 15.5 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો.
-
Apr 30, 2026 22:59 IST
GT vs RCB LIVE : જેસોન હોલ્ડર 12 રને આઉટ
જેસોન હોલ્ડર 10 બોલમાં 1 સિક્સર સાથે 12 રને સુયશ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 141 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 22:34 IST
GT vs RCB LIVE : વોશિંગ્ટન સુંદર 12 રને આઉટ
શાહરુખ ખાન 8 બોલમાં 1 ફોર સાથે 8 રને અને વોશિંગ્ટન સુંદર 12 બોલમાં 1 સિક્સર સાથે 12 રને શેફર્ડનો શિકાર બન્યા. ગુજરાતે 111 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 22:16 IST
GT vs RCB LIVE : બટલર 39 રને બોલ્ડ
જોશ બટલર 19 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 39 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 92 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 22:07 IST
GT vs RCB LIVE : શુભમન ગિલ 43 રને આઉટ
શુભમન ગિલ 18 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 43 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં આઉટ થયો. ગુજરાતે 57 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 21:51 IST
GT vs RCB LIVE : સુદર્શન આઉટ
સાંઇ સુદર્શન 5 બોલમાં 1 ફોર સાથે 6 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 42 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 21:19 IST
GT vs RCB LIVE : આરસીબી 155 રનમાં ઓલઆઉટ
આઈપીએલ 2026ની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19.2 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 156 રનનો પડકાર મળ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 30, 2026 21:16 IST
GT vs RCB LIVE : વેંકટેશ ઐયર આઉટ
વેંકટેશ ઐયર 15 બોલમાં 1 ફોર સાથે 12 રને અરશદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 155 રને નવમી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 20:52 IST
GT vs RCB LIVE : રોમારિયો શેફર્ડ આઉટ
રોમારિયો શેફર્ડ 15 બોલમાં 2 સિક્સર સાથે 17 રને હોલ્ડરને ઓવરમાંં કેચ આઉટ થયો. આરસીબીએ 126 રને આઠમી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 20:45 IST
GT vs RCB LIVE : દેવદત્ત પડીક્કલ 40 રને બોલ્ડ
દેવદત્ત પડીક્કલ 24 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે 40 રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો. રજત પાટીદાર 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રને આઉટ.
-
Apr 30, 2026 19:50 IST
GT vs RCB LIVE : કોહલી 28 રને આઉટ
વિરાટ કોહલી 13 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 28 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 35 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 19:47 IST
GT vs RCB LIVE : બેથલ આઉટ
જેકોબ બેથલ 5 બોલમાં 1 ફોર સાથે 5 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 34 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 30, 2026 19:20 IST
GT vs RCB LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી,જેકોબ બેથલ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.
-
Apr 30, 2026 19:13 IST
GT vs RCB LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, શાહરુખ ખાન, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
-
Apr 30, 2026 19:04 IST
GT vs RCB LIVE : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 30, 2026 18:52 IST
GT vs RCB LIVE : આરસીબી વિ ગુજરાત હેડ ટુ હેડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સના હેડ ટુ હેડ વિશે વાત કરવામાં આવે તો બન્ને 7 વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં આરસીબીએ ચાર મેચ જીતી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે ત્રણ જીતી છે.
-
Apr 30, 2026 18:39 IST
GT vs RCB LIVE : ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે
ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે, તેણે 8 માંથી 4 મેચ જીતી છે. તેઓએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમની છેલ્લી મેચ આઠ વિકેટથી જીતી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે. તેણે તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 9 વિકેટથી વિજય મેળવ્યો હતો. બંને ટીમો આઈપીએલ 2026માં એક વખત એકબીજા સામે આવી છે, જેમાં આરસીબીનો પાંચ વિકેટે વિજય થયો હતો.
-
Apr 30, 2026 18:26 IST
GT vs RCB LIVE : આજે ગુજરાત વિ આરસીબી વચ્ચે મુકાબલો
આઈપીએલ 2026ની 42મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
