IPL 2026 Gujarat Titans vs Chennai Tremendous Kings, GT vs CSK LIVE Rating: આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવી લીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 230 રનનો પડકાર મળ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, મેટ શોર્ટ, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી, ગુરુજપનીત સિંહ.
-
Might 21, 2026 21:26 IST
GT vs CSK LIVE : બટલરની અડધી સદી
જોશ બટલરે 23 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Might 21, 2026 21:20 IST
GT vs CSK LIVE : સાંઇ સુદર્શન 84 રને આઉટ
સાંઇ સુદર્શન 53 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 84 રન બનાવી અંશુલ કંબોજની ઓવરમાં કેચ આઉટ થયો. રાહુલ તેવાટિયા પ્રથમ બોલે રન આઉટ થયો. ગુજરાતે 207 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Might 21, 2026 21:17 IST
GT vs CSK LIVE : ગુજરાતના 200 રન
ગુજરાત ટાઇટન્સે 18 ઓવરમાં 200 રન પુરા કર્યા. સાંઇ સુદર્શન અને જોશ બટલર રમતમાં છે.
-
Might 21, 2026 20:48 IST
GT vs CSK LIVE : શુભમન ગિલ 64 રને આઉટ
શુભમન ગિલ 37 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 64 રને સ્પેન્સર જોન્સનની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 125 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Might 21, 2026 20:39 IST
GT vs CSK LIVE : સુદર્શનની અડધી સદી
સાંઇ સુદર્શને શાનદાર બેટિંગ કરતા 35 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Might 21, 2026 20:26 IST
GT vs CSK LIVE : ગુજરાતના 100 રન
ગુજરાત ટાઇટન્સે 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. શુભમન ગિલ અને સાઇ સુદર્શન રમતમાં છે.
-
Might 21, 2026 20:18 IST
GT vs CSK LIVE : શુભમન ગિલની અડધી સદી
શુભમન ગિલે શાનદાર ફોર્મ યથાવત્ રાખતા 23 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Might 21, 2026 19:58 IST
GT vs CSK LIVE : ગુજરાતના 50 રન
શુભમન ગિલ અને સાંઇ સુદર્શને ગુજરાત ટાઇટન્સને શાનદાર શરૂઆત અપાવી. ટીમે 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-
Might 21, 2026 19:32 IST
GT vs CSK LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.
-
Might 21, 2026 19:10 IST
GT vs CSK LIVE : ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, મેટ શોર્ટ, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી, ગુરુજપનીત સિંહ.
-
Might 21, 2026 19:05 IST
GT vs CSK LIVE : ચેન્નાઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Might 21, 2026 18:52 IST
GT vs CSK LIVE : સીએસકે માટે કરો યા મરો મેચ
ગુજરાત પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે સીએસકે પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. સીએસકેએ પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. બીજી તરફ ગુજરાત આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, જેથી તે પ્રથમ અથવા બીજા સ્થાને સ્થાને રહી શકે.
-
Might 21, 2026 18:30 IST
GT vs CSK LIVE : શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સ આઈપીએલમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ વર્ષે ફરી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. આ સાથે ટીમે પોતાની પ્રથમ પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. જેમાં એક વખત ચેમ્પિયન બની છે અને એક વખત રનર્સઅપ રહી છે. ગિલે શાનદાર બેટિંગ કરતા 12 મેચોમાં 160.46ના સ્ટ્રાઇક રેટ સાથે 552 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. કેપ્ટન તરીકે પણ ગિલનો રેકોર્ડ શાનદાર છે. તેણે 39 મેચોમાં 56.41 ટકાનો જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.
-
Might 21, 2026 18:22 IST
GT vs CSK LIVE : આજે અમદાવાદમાં ગુજરાત વિ ચેન્નાઈ વચ્ચે મેચ
આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
