ગુજરાતીઓને શિમલા મનાલી ફરવાશે IRCTC ટુર પેકેજ, ગાંધીનગરથી દર રવિવારે ઉપડશે ટ્રેન

ગુજરાતીઓને શિમલા મનાલી ફરવાશે IRCTC ટુર પેકેજ, ગાંધીનગરથી દર રવિવારે ઉપડશે ટ્રેન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


IRCTC Shimla Manali Tour Package deal From Gujarat : ઉનાળામાં શિમલા મનાલી ફરવા જવાનું વિચારો છો તો ગુજરાતના લોકો માટે IRCTC ટુરિઝમ શાનદાર ટુર પેકેજ લાવ્યું છે.  IRCTCના 7 રાત અને 8 દિવસના શિમલા મનાલી ટુર પેકેજમાં પ્રવાસીઓ માટે આવવા જવા માટે ટ્રેન, બસ, હોટલ અને ભોજનની સુવિધા મળે છે. સૌથી ખાસ વાત એ છે કે,  IRCTC દ્વારા શિમલા મનાલી ટુર પેકેજ માટે દર રવિવાર ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ટ્રેન ઉપાડવામાં આવે છે. 

શિમલા મનાલી  IRCTC ટુર પેકેજ ટ્રેન ક્યારે ઉપડશે? 

ગુજરાતના લોકો માટે IRCTCનો શિમલા મનાલી ટુર પેકેજ 7 રાત અને 8 દિવસનો છે, જેમા પ્રવાસીઓને મનાલી, સોલાંગ વેલી, કુલ્લી, શિમલા અને કુફરી ફરવાનો મોકો મળે છે. આ ટુર પેકેજ દર રવિવારે બપોરે 10 વાગે ઉપડશે તેના પછીના રવિવારે બપોરે 3 વાગે સુધીમાં પરત આવશે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓને ટ્રેન નંબર 19411 માં ગાંધીનગર થી ચંડીગઢ લઇ જવામાં આવશે. ત્યારબાદ ચંડીગઢથી મનાલી જવા બસની સુવિધા ઉપલબ્ધ છે. ચંડીગઢથી મનાલીનો 270 કિમીનો રસ્તો કાપવામાં 7 થી 8 કલાકનો સમય લાગે છે.

શિમલા મનાલી  IRCTC ટુર પેકેજ ચાર્જ

IRCTC શિમલા મનાલી ટુર પેકેજનો ચાર્જ ટ્રેન કોચ અને પ્રવાસીઓ અનુસાર અલગ અલગ છે. જેમા 3AC ટ્રેન કોચમાં મુસાફરી સાથે આ ટુર પેકેજનો ચાર્જ 1 વ્યક્તિ દીઠ 59600 રૂપિયા છે. તો બે વ્યક્તિ માટે 33700 રૂપિયા અને 3 વ્યક્તિ માટે 27800 રૂપિયા છે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 22200 રૂપિયા અને બેડ વગર 19500 રૂપિયા છે. 

જો તમે ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરો છો તો 1 વ્યક્તિનો ચાર્જ 54700 રૂપિયા, બે વ્યક્તિ માટે 29700 રૂપિયા અને 3 વ્યક્તિ માટે 23700 રૂપિયા છે. 

આ પણ વાંચો | હિમાચલ પ્રદેશના આ 8 સ્થળો જ્યાં ઉનાળામાં પણ બરફ જોવા મળશે, તાપમાન 10 સેલ્સિયસથી નીચે

શિમલા મનાલી  IRCTC ટુર પેકેજમાં કઇ કઇ સુવિધા મળશે?

શિમલા મનાલી  IRCTC ટુર પેકેજમાં પ્રવાસી દ્વારા પસંદ કરાયેલા 3AC અને નોન એસી સ્લીપર કોચમાં ટ્રેનની મુસાફરી કરવાની રહેશે. ભોજનમાં 5 બ્રેકફાસ્ટ અને 5 ડીનર મળશે. ચંડીગઢથી મનાલી સુધી જવા માટે એસી બસ મળશે. પ્રવાસીને મનાલી અને શિમલાની હોટેલમાં રોકાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મળશે. પ્રવાસ દરમિયાન જે તે સ્થળની મુલાકાત માટેના ચાર્જ પ્રવાસીએ ચૂકવવા પડશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *