India VS Sri Lanka Take a look at Sequence : જસપ્રીત બુમરાહ ઓગસ્ટમાં રમાનારી ભારતની બે ટેસ્ટની શ્રેણી માટે શ્રીલંકા પ્રવાસે જશે નહીં. કિકઇન્ફોના મતે BCCI મેડિકલ ટીમે જસપ્રીત બુમરાહને ઉતાવળમાં પુનરાગમન ન કરવાની સલાહ આપી છે કારણ કે તે આ વર્ષની શરૂઆતમાં ટી20 વર્લ્ડ કપ બાદથી ડાબા ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તેમાંથી સાજા થવા માટે વધુ સમયની જરૂર છે. અત્યાર સુધી તેના રિપ્લેસમેન્ટ માટે ક્રિકેટરનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.
જસપ્રીત બુમરાહ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
જસપ્રીત બુમરાહે 16 જુલાઈએ કાર્ડિફમાં રમાયેલી ઈંગ્લેન્ડ શ્રેણીની બીજી વન ડે બાદ એક પણ બોલ ફેંક્યો નથી. લોર્ડ્ઝમાં રમાયેલી શ્રેણીની આખરી મેચમાંથી તે બહાર થઈ ગયો હતો અને બીસીસીઆઇએ કહ્યું હતું કે, કાર્ડિફ વન ડેમાં ફિલ્ડિંગ કરતી વખતે થયેલી ઈજા તેનું કારણ છે. રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પૂરી થયા બાદ તરત જ બુમરાહે તેની લાંબા ગાળાની ફિટનેસ માટેની મેડિકલ ટીમની યોજના મુજબ ઘૂંટણમાં ઇન્જેક્શન લગાવ્યું હતુ.
જસપ્રીત બુમરાહ સંપૂર્ણ ફિટ નથી
જસપ્રીત બુમરાહ આ સપ્તાહે બેંગાલુરુમાં બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો હતો અને ફિટનેસ ટેસ્ટ કરાવ્યો હતો. મનાય છે કે, મેડિકલ ટીમને લાગ્યું કે, જો બુમરાહ તરત જ બોલિંગ શરુ કરશે તો તેને લાંબા સમય સુધી બહાર બેસવું પડી શકે છે કારણ કે તેનાથી તેની ઈજા વધુ ગંભીર બની શકે છે. ઈજાનું ચોક્કસ કારણ અને ગંભીરતા હજુ સુધી જાણી શકાયી નથી, પરંતુ બુમરાહ માર્ચના અંતમાં આઈપીએલ માટે કન્ડિશનિંગ અને ફિટનેસ ક્લિયરન્સ મેળવવા માટે સીઈઓ પાસે ગયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની પ્રથમ મેચના એક દિવસ પહેલા તેને આ મંજૂરી મળી હતી. બુમરાહે આઈપીએલ 2026માં 13 મેચ રમી હતી પરંતુ મુંબઈ માટે છેલ્લી મેચમાં રમ્યો ન હતો.
શુભમન ગીલની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ્સની ઈજાના કારણે ટીમની બહાર રહેલા હર્ષિત રાણા અને નિતીશ કુમાર રેડ્ડી વિના રહેશે. વોશિંગ્ટન સુંદર પણ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો જ્યારે આકાશ દીપ પીઠમાં સ્ટ્રેસ રિએક્શનને કારણે લાંબા સમયથી બહાર છે.
આ પણ વાંચો | અજિંક્ય રહાણે ક્રિકેટને કહ્યું અલવિદા, IPL પણ રમશે નહીં, ભાવુક પોસ્ટ શેર કરી
ઇંગ્લેન્ડમાં વન ડે સીરિઝમાં પરાજય બાદ તરત જ કેપ્ટન શુભમન ગિલે ભારતીય ખેલાડીઓને વારંવાર થયેલી ઇજાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, જો કોઈ ખેલાડી દરેક મેચ બાદ આઉટ થઈ રહ્યો હોય તો ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ.
