ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (જીએફસીઆઈ)ની 40મી આવૃત્તિ એટલે કે જીએફસીઆઈ 40માં વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી છે. જીએફસીઆઈ 39માં ગિફ્ટ સિટી 46મા ક્રમે હતી. તાજેતરના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં પણ સ્થાન મેળવ્યું છે અને આ ગ્રુપમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ભારતીય સેન્ટર છે.
ગિફ્ટ સિટીએ જીએફસીઆઈના ફિનટેક રેન્કિંગમાં પણ પોતાની સ્થિતિ સુધારી છે. જીએફસીઆઈ 39માં 29મા ક્રમે રહેલી ગિફ્ટ સિટી હવે ત્રણ સ્થાન આગળ વધીને વૈશ્વિક સ્તરે 26મા ક્રમે પહોંચી છે. જીએફસીઆઈ રિપોર્ટમાં 115 ફાઇનાન્શિયલ સેન્ટર્સનું ફિનટેક ક્ષેત્રે તેમની સેવાઓ અને સુવિધાઓના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ નવીનતાને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ, નાણાં મેળવવાની સુવિધા, કુશળ પ્રતિભા, નિયમનકારી વાતાવરણ અને આઈસીટી માળખું સ્પર્ધાત્મક ફિનટેક સેન્ટર માટેના મહત્વના ઘટકો છે.
જીએફસીઆઈ 40માં જીએફસીઆઈ સર્વેમાં ભાગ લેનારા લોકોના અભિપ્રાયના આધારે આગામી બે-ત્રણ વર્ષમાં વધુ મહત્વપૂર્ણ બનવાની અપેક્ષા ધરાવતા 15 સેન્ટર્સમાં ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/17/ift-city-gandhinagar-global-financial-center-2026-09-17-16-29-42.jpg)
એકંદર રેન્કિંગ અને ફિનટેક રેન્કિંગમાં થયેલો સુધારો ગિફ્ટ સિટીના ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇકોસિસ્ટમના સતત વિસ્તરણ તેમજ નાણાં, ટેક્નોલોજી અને નવીનતા વચ્ચે વધતા સંકલનને દર્શાવે છે. ગિફ્ટ સિટી બજારમાં વધુ વ્યાપક ભાગીદારી વધારવા, આંતરરાષ્ટ્રીય જોડાણને વધુ મજબૂત બનાવવા અને વધુ જટિલ બની રહેલી દેશ-વિદેશની નાણાંકીય પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે જરૂરી ક્ષમતાઓ વિકસાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/17/gift-city-gfci-40-ranking-index-analysis-india-2026-09-17-16-30-07.jpg)
રિપોર્ટમાં આગામી પાંચ વર્ષ દરમિયાન ફાઇનાન્શિયલ સેન્ટર્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ક્લાઉડ સર્વિસીસ, ડેટા કનેક્ટિવિટી અને સાયબર સિક્યોરિટીની મજબૂત વ્યવસ્થાનો સમાવેશ થાય છે, ફિનટેક અને ડિજિટલ એસેટ સાથે સંકળાયેલા વ્યવસાયોને આકર્ષવા, મની લોન્ડરિંગ અને નાણાંકીય ગુના સામે વધુ મજબૂત વ્યવસ્થા ઊભી કરવા તેમજ મૂડી બજારોને વધુ વિકસિત કરવા જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે અમિત શાહ વડનગરમાં, શર્મિષ્ઠા તળાવની મહા આરતી કરી, સાંજે અમદાવાદ આવશે
ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ફાઇનાન્શિયલ સેક્ટર સાથે સંકળાયેલા લોકોના મૂલ્યાંકન સાથે વિવિધ આંકડાકીય અને અન્ય માપી શકાય તેવા પરિબળોને આધારે કરવામાં આવેલા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. જીએફસીઆઈ 40 માટે 144 માપી શકાય તેવા પરિબળો અને જીએફસીઆઈની ઓનલાઇન પ્રશ્નાવલીમાં ભાગ લેનારા 6,147 લોકો દ્વારા કરવામાં આવેલા 39,531 મૂલ્યાંકનોને આધાર બનાવવામાં આવ્યા છે.
