Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Ahmedabad Climate Information Immediately: અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં શનિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલટા સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગુજરાતના ઘણા વિસ્તારો સહિત મુંબઇ અને દિલ્હીમાં પણ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. 

અમદાવાદમાં IPL 2026 ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ

આ દરમિયાન આજે 31 મે, 2026 રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2026 ફાઇનલ મેચ રમાવાની છે. જો કે શનિવારે રાતે 12 વાગ્યા પછી પડેલા વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે પણ આગામી 2 – 3 દિવસ સુધી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આઈપીએલ 2026 ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ ઘેરાયું છે. 

Aaccuweather ના આંકડા મુજબ આજે અમદાવાદમાં હવામાન સૂર્યપ્રકાશ સાથે સહેજ વાદળછાયું રહેશે. આજે તાપમા 41 ડિગ્રી આસપાસ રહેશે. શહેરમાં પવનની સામાન્ય ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેશે. અમદાવાદમાં આજે સાંજ સુધી વરસાદ પડવાની શક્યતા શૂન્ય છે. જો કે રાત્રીના સમયે વરસાદ પડવાની સંભાવના 1 ટકા છે. 

રવિવાર- 31 મે 2026

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 31 મે, 2026ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી જેવા તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

સોમવાર – 1 જૂન 2026

આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર) વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ રહેશે. 

RCB vs GT પીચ રિપોર્ટ

અમદાવાદની પીચ એવી રહી છે જેણે નવા બોલ બોલરોને મદદ કરી છે, અને ફાઇનલ માટે તેવી જ રહેશે, પછી ભલે ગમે તે માટીનો ઉપયોગ કરવામાં આવે. બંને ટીમો પાસે શાનદાર સ્પીડ બોલરો છે જેઓ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બોલિંગનો આનંદ માણશે, જે સ્વિંગ અને સીમ બંને કરશે. આ દરમિયાન ટોપ લેવલના બેટ્સમેનની બેટિંગ ટેકનિકલની કમાલ જોવા મળી શકે છે.

RCB vs GT મેચ માટે આજે હવામાન કેવું રહેશે?

AccuWeather એપ મુજબ, ફાઇનલ માટે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી છે. તાપમાનમાં ભારે ફેરફારને કારણે, ટોસ જીતનારી ટીમો ઝાકળભર્યું હવામાન રહેવાને કારણે બોલિંગ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *