Jensen Huang Nvidia Chief : જેન્સન હુઆંગની ફરી એનવીડિયોમાં (Nvidia) વાપસી થઇ છે. કંપનીના બોર્ડે જેન્સન હુઆંગને કંપનીના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ તેમના રાજીનામા સ્વીકારવાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બોર્ડે જણાવ્યું કે હુઆંગ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ પછી તેમની વાપસી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી છે. બોર્ડે નિષ્કર્ષ કાઢ્યો કે હુઆંગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે ઈમાનદાર રહ્યા છે અને Nvidia નું નેતૃત્વ આપવા માટે યોગ્ય વ્યક્તિ છે.
જેન્સન હુઆંગની નિમણૂક પછી, NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા. નોંધનીય છે કે હુઆંગના રાજીનામા પછી NVIDIA શેરોમાં ભારે વેચાણ થયું અને શેર લગભગ 27.7% તુટી ગયા હતા પરંતુ 23 નવેમ્બરે તેમાં તેજી જોવા મળી છે.
બોર્ડે શું કહ્યું?
એક નિવેદનમાં Nvidia એ કહ્યું કે આ નિમણૂક તત્કાલ પ્રભાવથી લાગુ પડશે. કંપનીએ આ પણ જણાવ્યું કે બોર્ડે નિર્ણય લેતા પહેલા વરિષ્ઠ યુ.એસ. સરકારી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. બોર્ડના અધ્યક્ષ હાર્વી સી. જોન્સે કહ્યું કે બોર્ડ માને છે કે જેન્સન Nvidia ને નેતૃત્વ આપવા માટે યોગ્ય વ્યક્તિ છે અને તેમની પુનઃનિમણૂક અમારા શેરહોલ્ડર્સ, કર્મચારીઓ, ભાગીદારો અને ગ્રાહકોના હિતમાં છે. અમે જેન્સન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ અને કંપનીના નેતૃત્વમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને, તેમની સાથે કામ કરવા માટે આતુર છીએ. વચગાળાના CEO તરીકે ઉત્તમ સેવા માટે અમે કોલેટ ક્રેસના આભારી છીએ.
આ નિર્ણય સાથે હુઆંગના વિદાય પછી CEO તરીકે કાર્યભાર સંભાળનાર કોલેટ ક્રેસ દ્વારા નેતૃત્વ કરાયેલ અંતરિમ વ્યવસ્થા પણ સમાપ્ત થઈ ગઈ છે. ક્રેસ Nvidia ના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે.
આ પણ વાંચો – જેન્સેન હુઆંગ પર ચીનની જાસૂસ સાથે અફેર હોવાના લાગ્યો છે આરોપ
હુંઆંગે પોતાના જવાબમાં કહ્યું કે Nvidia માં પરત ફરીને અને એક એવી કંપનીનું નેતૃત્વ કરવા માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે હું આ જવાબદારી અત્યંત નમ્રતા અને નવી પ્રતિબદ્ધતા સાથે સ્વીકારું છું. તેમણે બોર્ડનો વિશ્વાસ અને નિર્ણયો લેવા માટે લાગેલા સમય માટે આભાર માન્યો. તેમણે આગળ કહ્યું હું કામ પર પાછા ફરવા માટે ઉત્સુક છું.
હુઆંગ વિરુદ્ધ તપાસ ચાલુ રહેશે
જોકે Nvidia ના બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હુઆંગ વિરુદ્ધ આરોપોની પરિસ્થિતિઓની તપાસ ચાલુ રહેશે. હુઆંગે ગયા અઠવાડિયે Nvidia ના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે એક મહિલા સાથે કથિત પ્રેમ પ્રસંગના અહેવાલ બહાર આવ્યા હતા, જેના પર ચીની જાસૂસ હોવાની શંકા હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડના નિર્ણયની પ્રશંસા કરી
યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગને ફરી લેવા બદલ Nvidia ના નિર્ણયની પ્રશંસા કરી હતી. Nvidia પ્રમુખને મહાન દેશભક્ત કહીને ટ્રમ્પે કહ્યું કે યુએસ સરકાર પાસે કોઈ પુરાવો નથી કે તેમણે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વ્યક્તિગત રીતે હું જેન્સનને જાણું છું અને તે એક મહાન દેશભક્ત અને રાષ્ટ્રીય ધરોહર છે.
બોર્ડનો નિર્ણય ત્યારે આવ્યો જ્યારે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં હુઆંગની કંપનીમાં પરત ફરવાનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પ માનતા હતા કે હુઆંગને કંપનીનું નેતૃત્વ કરવાની બીજી તક મળવી જોઈએ.
