India Nepal relations : નેપાળના વડા પ્રધાન બાલેન શાહ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ વિના, અમારા ધામ અને રામ બંને અધૂરા છે. તેમણે નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે નેપાળમાં IITની બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ દરમિયાન નેપાળના વડા પ્રધાન બાલેન શાહે ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે સંકટના સમયમાં ભારત જ સૌથી પહેલા મદદ માટે આગળ આવે છે.
નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત
પીએમ મોદીએ કહ્યું કે મેં નેપાળ માટે તેમના વિઝન અને પ્રતિબદ્ધતા અનુભવી છે. નેપાળના લોકો દ્વારા તેમને આપવામાં આવેલ ઐતિહાસિક આદેશ નેપાળની નવી પેઢીની આશાઓ દેખાડે છે. ભારત હંમેશા સમૃદ્ધ નેપાળની વિકાસ યાત્રામાં ભાગીદાર રહ્યું છે. આ ભાવનામાં અમે આપણા સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા નિર્ણયો લીધા છે. ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ ફક્ત પડોશીનો નથી, પરંતુ પરસ્પર અતૂટ વિશ્વાસનો છે. નેપાળ પૂરમાં થયેલા જાનહાનિ માટે અમે શોક વ્યક્ત કરીએ છીએ. અમે 24,000 કરોડ નેપાળી રૂપિયા (આશરે 14,993 કરોડ ભારતીય રૂપિયા) ના વિકાસ પેકેજની જાહેરાત કરીએ છીએ. અમે પૂરગ્રસ્ત પરિવારોના જીવનને પુનઃસ્થાપિત કરવા અને નવી તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
નેપાળ વિના અમારા રામ અધૂરા છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ સહિયારો ઇતિહાસ, શ્રદ્ધા અને સંસ્કૃતિ પીપલ ટુ પીપલ જોડતા ધાગાથી બંધાયેલો છે. ભગવાન રામ અને માતા સીતા આપણી સહિયારી સભ્યતા અને આસ્થાની ઓળખ છે. 2018 માં જનકપુરની પવિત્ર ભૂમિ પર મેં કહ્યું હતું કે આપણા પવિત્ર સ્થળો નેપાળ વિના અધૂરા છે. આપણા રામ પણ નેપાળ વિના અધૂરા છે. 2024માં અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી ત્યારથી કરોડો ભક્તો અયોધ્યામાં આવી રહ્યા છે. ફક્ત 2025માં દેશ અને દુનિયાભરમાંથી 30 કરોડ ભક્તોએ અયોધ્યાની યાત્રા કરી હતી. આજે શરૂ કરાયેલી ટ્રેન સેવા સરયુ કમલા એક્સપ્રેસ સાથે આપણે આ સંબંધને નવા પરિમાણો આપી રહ્યા છીએ.
Sharing my remarks in the course of the joint press meet with PM Balendra Shah of Nepal. @ShahBalen @PM_nepal_ https://t.co/dySgHsBGe2
— Narendra Modi (@narendramodi) November 23, 2026
સરયુ-કમલા એક્સપ્રેસ અયોધ્યાથી જનકપુર સુધી દોડશે
પીએમ મોદીએ કહ્યું કે અમે લુમ્બિની અને બોધગયા સહિત બે સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે પણ કામ કરીશું. અમે ઉત્તરાખંડ અને નેપાળ વચ્ચે ધારચુલા માર્ગનું ઉદ્ઘાટન કર્યું છે. નેપાળ તરફ ઇંટીગ્રેટેડ પોસ્ટનું કામ આગળ વધશે. આનાથી વેપાર અને લોકોની અવરજવર સરળ બનશે. અમે બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળ વચ્ચે બોર્ડર કનેક્ટિવિટી વધારીશું.
આ પણ વાંચો – ‘જરૂર પડી તો ફરી મુખ્યમંત્રી બની શકું છું’, અશોક ગેહલોતના નિવેદનથી સચિન પાયલટની મુશ્કેલી વધશે?
બાલેન શાહે ભારતનો આભાર કેમ માન્યો?
બાલેન શાહે કહ્યું કે સંકટના સમયમાં ભારત સૌપ્રથમ ભારત જ આગળ આવ્યું અને તે માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આપણા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે. જોકે હવે આપણે વિકાસ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂર છે. આનાથી અમારા દેશમાં પણ રોજગારની તકો પણ વધશે. બાલેન શાહે કહ્યું કે પરસ્પર આદર, અતૂટ વિશ્વાસ અને સતત સદ્ભાવના એ ભારત-નેપાળ સંબંધોની આધારશિલા છે. ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ હિમાલય જેટલો મજબૂત અને મહાસાગરની જેમ વિશાળ છે અને આપણે પરસ્પર સહયોગથી આપણી સંસ્કૃતિનો વિસ્તાર કરીશું.
