Pure Brown Hair Dye : મોટાભાગની મહિલાઓ ડાઇ કરાવવા માટે પાર્લરમાં જાય છે. પરંતુ આ કેમિકલ ધરાવતા રંગોનો વારંવાર ઉપયોગ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. જો તમે વાળમાં બ્રાઉન અથવા ભૂરો રંગ લાવવા માંગો છો તો આ માટે કુદરતી વસ્તુઓની મદદ લઈ શકાય છે. હેર ડાઈ કુદરતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે, જે વાળનો રંગ ઘણી હદ સુધી બદલવામાં મદદ કરી શકે છે. જોકે તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.
સુંદર રંગ આપવાની સાથે સાથે આ નેચરલ રીત વાળને મુલાયમ અને ચમકદાર બનાવી શકે છે. આ હેર ડાઇ બનાવવાની પદ્ધતિ ડો.મધીહા ભયાનીએ યુટ્યુબ ચેનલ પર શેર કરી છે. તેમણે જે રીતનો ઉલ્લેખ કર્યો છે તેની મદદથી સફેદ વાળને આછો બ્રાઉન રંગ મળી શકે છે. તેને બનાવવાની રીત જાણીએ.
સામગ્રી
- એલોવેરા જેલ – 2 ચમચી
- ચા પત્તી – 1.5 ચમચી
- લવિંગ – 7-8
- ખાંડ – 1 ચમચી
- પાણી – 1 ગ્લાસ
- અળશીના બીજ – 1 ચમચી
- મહેંદી – 2 ચમચી
- નાળિયેર તેલ – 1 ચમચી
- હળદર – અડધી ચમચી
એલોવેરા જેલ કેવી રીતે કાઢવું
સૌ પ્રથમ તાજા એલોવેરા જેલ લો. જો તમારી પાસે છોડ છે તો તેના પાનને થોડા સમય માટે પાણીમાં ડૂબાડી દો. જેથી તેની બધી પીળાશ દૂર થઈ જાય. હવે તેને સાઇડમાં અને વચ્ચેથી કાપી લો. તે પછી ચમચીની મદદથી બાઉલમાં જેલને સારી રીતે કાઢી લો. જો તમારી પાસે એલોવેરા જેલ નથી, તો બજારમાં મળે છે તેનો ઉપયોગ કરી શકાય છે. ભયાનીના જણાવ્યા અનુસાર જો તમે બજારમાંથી એલોવેરા જેલ ખરીદી રહ્યા છો તો પછી પારદર્શક હોય તેવું પસંદ કરો.
બનાવવાની રીત
હવે એક કઢાઇમાં ચા ના પત્તા, લવિંગ અને ખાંડ ઉમેરો. આ વસ્તુઓ હેર માસ્કનો બેઝ તૈયાર કરશે. તમારે પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી. બધી સામગ્રીને મધ્યમથી ધીમા તાપ પર લગભગ 3 થી 4 મિનિટ સુધી હળવી ગરમ કરવાની છે. હવે તેમાં થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ધીમે ધીમે પાણી ઉમેરો અને તે જ સમયે ચમચીથી હલાવતા રહો. તેનું પાણી લગભગ અડધું થાય ત્યાં સુધી પકાવવાનું છે.
ત્યારબાદ તેમાં અળસીના બીજ ઉમેરો. તેમાંથી નીકળતી જેલ વાળને સોફ્ટ અને મુલાયમ બનાવી શકે છે. અળસીના બીજને થોડા સમય માટે ધીમા તાપ પર રાંધો. જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. હવે આ મિશ્રણને કાળજીપૂર્વક સુતરાઉ કપડામાં રેડી તેને ગાળી લો. જો તમારી પાસે બારીક ચાળણી છે, તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. જ્યારે તે હળવું નવશેકું હોય ત્યારે આ પ્રવાહીનો ઉપયોગ કરો. તેમાં એલોવેરા જેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
નારંગીની છાલથી હોમમેડ ફેસ માસ્ક બનાવો, જાણો ઉપયોગ કરવાની રીત અને સાવચેતી
હવે એક અલગ બાઉલમાં તમારા વાળની લંબાઈ અનુસાર સારી ગુણવત્તાની મહેંદી લો. તેમાં તૈયાર કરેલું પ્રવાહી ધીમે ધીમે ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. એક સુંવાળી પેસ્ટ બનાવો જે ખૂબ જાડી અથવા ખૂબ પાતળી ન હોય. જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે તેમાં નાળિયેર તેલ ઉમેરો. જ્યારે પેસ્ટ સામાન્ય તાપમાને પહોંચે છે ત્યારે તેમાં હળદર ઉમેરો. હવે આ હેર ડાઇને વાળના મૂળ અને લંબાઈ પર સારી રીતે લગાવો. તેને લગભગ 30 થી 40 મિનિટ સુધી રાખો અને પછી વાળ ધોઈ લો. આ તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવી શકે છે.
ઘરે પાકૃતિક વસ્તુમાંથી બનેલી આ હેર ડાઇનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો. જો તમને કોઈ વસ્તુથી એલર્જી અથવા ત્વચાની સમસ્યા છે, તો તેનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
ડિસ્ક્લેમર : આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ કોઈ પણ રીતે લાયક વ્યાવસાયિક અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો.
