King Launch Date : શાહરૂખ ખાને પોતાના આઇકોનિક ડાયલોગમાં થોડો ફેરફાર કરીને પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
ફિલ્મની રિલીઝ ડેટને લગતી ઘોષણાનો વીડિયો રેડ ચિલીઝના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર શાહરુખ ખાનનો લુક અને સ્ટાઇલ જ સામે આવી છે. બોલીવૂડના બાદશાહની અપકમિંગ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર થિયેટરોમાં રિલીઝ થશે.
ફિલ્મ સાથે જોડાયેલા આ નવા વીડિયોની શરૂઆતમાં શાહરૂખ ખાન હાથમાં કિંગનું પત્તુ પકડીને પોતાનો આઇકોનિક ડાયલોગ બોલતો જોવા મળે છે, ‘પિક્ચર અભી બાકી હૈ’. તેની સાથે જ તે કહે છે કે, ઇંતેજાર હવે ઓછો થઇ ગયો છે, પરંતુ કિંગની ગર્જના એટલી જ જોરદાર બનવાની છે.
આ ફિલ્મ માટે ચાહકોએ માત્ર 2 મહિના રાહ જોવી પડશે. આ વીડિયોમાં શાહરૂખ ખૂબ જ એક્શન સ્ટાઇલમાં દેખાયો હતો, તેના સિવાય ફિલ્મમાંથી અન્ય કોઈ લુક જાહેર કરવામાં આવ્યો નથી. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ
આ ફિલ્મો ઘણા કારણોસર લાંબા સમયથી ચર્ચામાં છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ ફિલ્મમાં ફરી એકવાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ આ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મનું બજેટ આશરે 450 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને અનિરુદ્ધ રવિચંદરનું સંગીત
કિંગ મૂવી ચાર લોકો દ્વારા લખાયેલી એક મોટી એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ, સુજોય ઘોષ, સુરેશ નાયર અને સાગર પંડ્યાએ લખી છે. ‘જેલર’, ‘જવાન’, ‘માસ્ટર’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરે આ ફિલ્મનું સંગીત આપ્યું છે. સચિન-જીગર પણ તેની સાથે કામ કરી ચૂક્યા છે.
કિંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ
આ ફિલ્મમાં શાહરૂખ, સુહાના અને દીપિકા સિવાય ઘણા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, રાની મુખર્જી, જયદીપ અહલાવત, અભય વર્મા, અરશદ વાર્સી, રાઘવ જુયાલ, સૌરભ શુક્લા પણ છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ જોવા મળી શકે છે.
