ઘરે જ બનાવો કાઠિયાવાડી સ્વાદવાળી સ્પાઈસી ગિરનારી ખીચડી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



ગુજરાતી રસોઈમાં ખીચડી એ માત્ર સાદો ખોરાક નથી પરંતુ એક કમ્ફર્ટ ફૂડ છે. જ્યારે કાઠિયાવાડી મસાલા અને વિભિન્ન પ્રકારની દાળ તથા શાકભાજી ભેગા મળે ત્યારે બને છે જૂનાગઢ અને ગિરનારની પ્રખ્યાત ગિરનારી ખીચડી. જો તમે સાદી કે મસાલા ખીચડી ખાઈને કંટાળ્યા હોવ તો આ ખાસ ટ્રેડિશનલ રેસીપીની મદદથી તમે ઘરમાં જ સ્પાઈસી અને પૌષ્ટિક ગિરનારી ખીચડી બનાવી શકો છો.

ગિરનારી ખીચડી સામગ્રી

  • ચોખા: 3/4 કપ
  • મિક્સ દાળ: 1/4 કપ ફોતરા વાળી મગની દાળ, 1/4 કપ તુવેર દાળ, 1/4 કપ અડદની દાળ (અને ઈચ્છા અનુસાર ચણાની દાળ)
  • શાકભાજી: 1 બટાકું, અડધો કપ ગાજર, અડધો કપ રીંગણ, અડધો કપ ફુલાવર, મકાઈના દાણા અને ઝીણું સમારેલું ટામેટું
  • લીલો મસાલો: લીલું લસણ (ખાસ કાઠિયાવાડી ફ્લેવર માટે), આદુ-મરચાંની પેસ્ટ, લીમડાના પાન
  • સૂકા મસાલા: રાઈ, જીરું, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો
  • વઘાર માટે: 2 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી તેલ
  • અન્ય: મીઠું (સ્વાદ મુજબ) અને લીલા ધાણા
Kathiyawadi Girnari Khichdi Recipe step by step guide | કાઠિયાવાડી ગિરનારી ખીચડી બનાવવાની પરફેક્ટ રીત
કાઠિયાવાડી ગિરનારી ખીચડી બનાવવાની સામગ્રી અને પરફેક્ટ રીત {Photograph}: (Canva)

ગિરનારી ખીચડી બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખા અને ત્રણેય દાળને બરાબર ધોઈને 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. તે બાદ શાકભાજી સાંતળવા માટે પ્રેશર કુકરમાં ઘી અને તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ આદુ, લીલાં મરચાં અને લીલું લસણ નાખીને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.

આ પણ વાંચો: રાજસ્થાની કાળા ચણાની કઢી બનાવવાની રેસીપી, સ્વાદની સાથે મળશે ભરપૂર પ્રોટીન

હવે તેમાં સમારેલા બટાકા, ગાજર, ફ્લાવર, રીંગણ અને ટામેટાં ઉમેરીને 2 મિનિટ માટે સાંતળી લો. પછી હળદર, લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે પલાળેલા ચોખા અને દાળમાંથી પાણી નિતારીને કુકરમાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરી તેમાં 4 થી 5 કપ પાણી ઉમેરો. કુકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ આંચ પર 3 થી 4 સીટી વાગવા દો.

કાઠિયાવાડી તડકો

ખીચડી ચડી જાય એટલે કુકર ઠંડુ પડે પછી ખોલો. એક અલગ વઘારિયામાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં ચપટી હિંગ, આખા સુકા લાલ મરચાં અને લાલ મરચું નાખીને ખીચડી પર ઉપરથી તડકો લગાવો. ગરમાગરમ ગિરનારી ખીચડી પર લીલા ધાણા ભભરાવીને, કાઠિયાવાડી કઢી, દેશી માખણ, લીલા મરચાંના આચાર અને પાપડ સાથે ગરમ-ગરમ પીરસો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *