ભારત વિ અફઘાનિસ્તાન બીજી ટી20 મેચ લાઇવ અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs Afghanistan 2nd T20 Cricket Scorecard : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સંજુ સેમસનની અડધી સદીની (57) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14.5 ઓવરમાં  3 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ ટી20 મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, રવિ બિશ્નોઇ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન : રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલાબદ્દીન નઇબ, સેદીકુલ્લાહ અટલ, ડાર્વિશ રસુલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી.

  • Sep 15, 2026 22:26 IST

    IND vs AFG LIVE : બીજી ટી20માં ભારતનો 7 વિકેટે વિજય

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સંજુ સેમસનની અડધી સદીની (57) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14.5 ઓવરમાં  3 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. ઇશાન કિશન 38 રને અને તિલક વર્મા 15 રને અણનમ રહ્યા હતા.

  • Sep 15, 2026 22:15 IST

    IND vs AFG LIVE : શ્રેયસ ઐયર 11 રને આઉટ

    શ્રેયસ ઐયર 11 બોલમાં 1 સિક્સર સાથે 11 રને રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 123 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી. 

  • Sep 15, 2026 22:02 IST

    IND vs AFG LIVE : સંજુ સેમસન 57 રને આઉટ

    સંજુ સેમસન 22 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 57 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો. સેમસને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતે 7.1 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

  • Sep 15, 2026 21:45 IST

    IND vs AFG LIVE : અભિષેક શર્મા 39 રને આઉટ

    અભિષેક શર્મા 19 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 39 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

  • Sep 15, 2026 21:10 IST

    IND vs AFG LIVE : ભારતને જીતવા માટે 160 રનનો પડકાર

    ભારત સામેની બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 160 રનનો પડકાર મળ્યો છે.  આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.  

  • Sep 15, 2026 21:09 IST

    IND vs AFG LIVE : રાશિદ ખાન 28 રને આઉટ

    મોહમ્મદ નબી 14 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 20 રને બુમરાહનો અને રાશિદ ખાન 16 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 28 રને નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યો.

  • Sep 15, 2026 20:34 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાને 96 રને પાંચમી વિકેટ ગુમાવી

    સેદીકુલ્લાહ અટલ 15 બોલમાં 2 ફોર સાથે 12 રને, ગુલાબદ્દીન નઇબ 8 બોલમાં 1 ફોર સાથે 10 રને ઓમરઝાઇ 10 બોલમાં 11 રને આઉટ થયા. અફઘાનિસ્તાને 96 રને પાંચમી વિકેટ ગુમાવી દીધી.

  • Sep 15, 2026 20:06 IST

    IND vs AFG LIVE : ઇબ્રાહિમ ઝાદરાન 37 રને આઉટ

    ઇબ્રાહિમ ઝાદરાન 33 બોલમાં 6 ફોર સાથે 37 રને નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યો. અફઘાનિસ્તાને 51 રને બીજી વિકેટ ગુમાવી.

  • Sep 15, 2026 19:43 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાનને પ્રથમ ફટકો

    રહેમાનુલ્લાહ ગુરબાઝ 3 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને શૂન્ય રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી.

  • Sep 15, 2026 19:19 IST

    IND vs AFG LIVE : અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન

    રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલાબદ્દીન નઇબ, સેદીકુલ્લાહ અટલ, ડાર્વિશ રસુલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી.

  • Sep 15, 2026 19:10 IST

    IND vs AFG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, રવિ બિશ્નોઇ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

  • Sep 15, 2026 19:05 IST

    IND vs AFG LIVE : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

  • Sep 15, 2026 18:39 IST

    IND vs AFG LIVE : સંજુ સેમસન પર દબાણ

    સંજુ સેમસન પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે કારણ કે વૈભવ સૂર્યવંશી બેન્ચ પર છે. વરુણ ચક્રવર્તી ઇજાગ્રસ્ત છે જેથી રવિ બિશ્નોઈને તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

  • Sep 15, 2026 18:18 IST

    IND vs AFG LIVE : ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. સાંજે 7.30 કલાકે મેચ શરુ થશે. 7 કલાકે ટોસ થશે. ભારતીય ટીમ પ્રથમ ટી20 મેચમાં 7 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0 થી આગળ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *