Ahmedabad Information : અમદાવાદ AMC દ્વારા રેસ્ટોરન્ટ, ભોજનાલય સંચાલકો માટે નવા નિયમ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ રેસ્ટોરન્ટના રિસેપ્શન અને બેઠક વ્યવસ્થા હોય ત્યાં તેમના કિચનના CCTV કેમેરાનું લાઇવ પ્રસારણ ગ્રાહકો જોઇ શકે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. રેસ્ટોરન્ટ હોટેલમાં FSSAIના ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન થાય તેની માટે વહીવટીતંત્રે નિર્દેશ આપ્યા છે.
અમદાવાદ AMCના ખૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું કે, FSSAI એક્ટ હેઠળ, કસ્ટમરને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી તેની માટે આ કડક આદેશ આપવામાં આવ્યો છે. જેમા કિચનના CCTVનું લાઇવ પ્રસારણ રેસ્ટોરન્ટના રિસેપ્શન એરિયા કે સિટિંગ એરિયામાં કસ્ટમર જોઇ શકશે.
ઉપરાંત રસોડામાં સ્વચ્છતા અને સફાઇ, ભોજન બનાવનાર રસોયા અને પીસરનાર વ્યક્તિની સ્વચ્છતા, કાચા અને રાંધેલા ખોરાક માટે અલગ સ્ટોરેજ, પીવાનું શુદ્ધ પાણી, નિયમિત પેસ્ટ કન્ટ્રોલ જેવી બાબતોના નિયમનું કડક પાલન કરવું ફરજિયાત છે. અમદાવાદમાં 11000 થી વધુ રેસ્ટોરેન્ટ છે, જેમને AMCના નવા નિયમનું પાલન કરવા કડક નિર્દેશ આપ્યો છે.
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
અમદાવાદ AMC દ્વારા રેસ્ટોરન્ટ અને ભોજનાલય સંચાલકોને FSSAIના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટનું ચેકિંગ પણ કરવામાં આવશે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો એકમોને સીલ કરવામાં આવશે અને લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો | ગુજરાતમાં 700 કિલો લાલ ચટણી જપ્ત; બજારની ચટણી કે સોસમાં ભેળસેળ? આ રીતે ચેક કરો
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ખાદ્ય વિભાગ દ્વારા ખાણીપીણી બનાવતા અને વેચતા એકમો પર સધન ચેકિંગ કર્યું હતું, ચેકિંગ દરમિયાન FSSAI નિયમોનું ઉલ્લંઘન, સ્વચ્થતાનો અભાવ, ભેળસેળવાળો અને વાસી ખોરાક મળી આવતા કેટલાક એમકોને સીલ મારવામાં આવ્યા હતા.
