આ લોકોને ટોલ ટેક્સ ચૂકવવો પડતો નથી, સરકાર તરફથી મળે છે છૂટ, જોઇ લો યાદી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Indian toll tax guidelines  : કોઈપણ દેશને ઝડપથી વિકાસ માટે એક સારા અને મોટા રોડ નેટવર્કની જરૂર હોય છે. હાલમાં ભારતમાં નવા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે ઝડપથી બની રહ્યા છે. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક હોવાના સંદર્ભમાં વિશ્વમાં બીજા ક્રમે છે. જોકે આ રસ્તાઓ પર દોડતા વાહનોને ટેક્સ ચૂકવવો પડે છે. 

પરંતુ કેટલાક કેટેગરીના લોકો એવા છે જેમને ટેક્સ ચૂકવવાની જરૂર નથી. ભારત સરકારે આ લોકોને ટોલ ટેક્સમાં રાહત આપી છે. ચાલો જાણીએ કે ટોલ ટેક્સમાં કોને છૂટ મળે છે.

આ લોકોને મળે છે ટોલ ટેક્સમાંથી છૂટ

દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ, ઉપ રાજ્યપાલ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, હાઇકોર્ટના ન્યાયાધીશોને ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.  

આ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના સભાપતિ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ભારત સરકારના સચિવોને પણ ટોલ ટેક્સ આપવો પડતો નથી.

રાજકારણીઓ ઉપરાંત સરકાર એવા લોકોને પણ છૂટ મળે છે જેમને ભારત સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. આમાં પરમવીર ચક્ર વિજેતાઓ, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વિજેતાઓનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત સત્તાવાર કામ માટે જતા રક્ષા મંત્રાલયના અધિકારીઓએ પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.  એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસની ગાડીઓને પણ છૂટ મળે છે. ટોલ ટેક્સના અમૂક કિલોમીટરમાં રહેતા સ્થાનિકોને પણ છૂટ મળે છે.

સરકારી કર્મચારીઓની વાત કરીએ તો ભારતીય સેના, નેવી, વાયુસેનાના અધિકારીઓ, અર્ધલશ્કરી દળો, પોલીસની વર્દીમાં કેન્દ્રીય અને સશસ્ત્ર દળોના સૈનિકોને પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. જોકે તેમને ટોલ પ્લાઝા પર તેમનું ઓળખપત્ર બતાવ્યા પછી જ છૂટ મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *