Share Market Information: શેરબજાર નરમ, મેટલ અને ઓઇલ ગેસ શેર તૂટ્યા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At the moment Spotlight In Gujarati : શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગથી સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 71 પોઇન્ટ ઘટી 78009 અને નિફ્ટી 30 પોઇન્ટ ઘટીને 24366 બંધ થયા છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 78,048 થી 77,684 હતી.

આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઓટો, ઓઇલ ગેસ, એનર્જી, મેટલ, FMCG અને રિયલ્ટી ઇન્ડેક્સ સાધારણ થી 1 ટકા સુધી ઘટ્યા હતા. આજે BSE માર્કેટકેપ ₹ 492.17 લાખ કરોડ થઇ હતી.

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 176 પોઇન્ટ ઘટીને 77,903 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 325 પોઇન્ટ ઘટીને 77750 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 33 પોઇન્ટ ઘટીને 24,361 ખુલ્યો છે. શેરબજારમાં આજે ભારે વેચવાલીનું દબાણ છે. 

ટેક શેરમાં તેજીથી કોરિયા અને જાપાન માર્કેટ સુધર્યું

ટેકનોલોજી શેરમાં તેઝી કોરિયા અને જાપાનમાં સુધારો જોવા મળ્યો છે. જાપનનો Nikkei ઇન્ડેક્સ 360 પોઇન્ટ, તાઇવાન 120 પોઇન્ટ અને કોરિયાનો KOSPI 100 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે ઇન્ડોનેશિયા, શાંઘાઇ, હોંગકોંગ શેરબજારો સાધારણ નરમ હતા.

  • Aug 14, 2026 16:01 IST

    અશોક લેલેન્ડર શેર 3 ટકા તૂટ્યો

    ઓટો કંપની અશોક લેલેન્ડનો શેર 3 ટકા ઘટીને ₹ 171.90 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં શેર ₹ 169.90 સુધી ઘટ્યો હતો. કંપનીના નબળાં પરિણામ બાદ શેર તૂટ્યો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો માત્ર 0.77 ટકા વધીને 615.81 કરોડ અને આવક 11.6 ટકા વધીને 13069 કરોડ રૂપિયા થઇ છે.  

  • Aug 14, 2026 15:59 IST

    સેન્સેક્સ ટોપ 5 લુઝર અને ગેઇનર શેર

    આજે સેન્સેક્સના 30 માંથી 23 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ ઘટેલા 5 શેરમાં એશિયન પેઇન્ટ 1.7 ટકા, ઇન્ડિગો 1.4 ટકા, NTPC 1.2 ટકા, પાવરગ્રીડ અને SBI 1-1 ટકા ઘટ્યા હતા. તો બીજી બાજુ ટોપ 5 ગેઇનર શેરમાં ભારતી એરટેલ અઢી ટકા, અદાણી પોર્ટ્સ 1.8 ટકા, ICICI બેંક, ટાયટન, M&M અડધો ટકા વધ્યા હતા.

  • Aug 14, 2026 15:55 IST

    સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ 

    શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગથી સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 71 પોઇન્ટ ઘટી 78009 અને નિફ્ટી 30 પોઇન્ટ ઘટીને 24366 બંધ થયા છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 78,048 થી 77,684 હતી.

  • Aug 14, 2026 13:50 IST

    જુલાઇમાં WPI ફુગાવો જુલાઈમાં નજીવો ઘટીને 9.78 ટકા થયો

    જથ્થાબંધ ફુગાવો (WPI) જુલાઈ 2026 માં નજીવો ઘટીને 9.78 ટકા થયો હતો, જે જૂનમાં 9.87 ટકા હતો. એટલે કે મોંઘવારીમાં માત્ર 0.09 ટકાની થોડી રાહત મળી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટામાં આ જાણકારી આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિના માટે ઓલ ઈન્ડિયા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) ફુગાવાનો દર વાર્ષિક ધોરણે નોંધાયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ કોમોડિટીનો એકંદર WPI સૂચકાંક જુલાઈમાં 110.0 હતો, જે જૂનમાં 110.2 હતો. હોલસેલ મોંઘવારી દરમાં આ ઘટાડો મુખ્યત્વે ઇંધણ અને વીજળીમાં ભાવ વૃદ્ધિદરમાં ઘટાડાને આભારી છે. 

  • Aug 14, 2026 09:31 IST

    ટેક શેરમાં તેજીથી કોરિયા અને જાપાન માર્કેટ સુધર્યું

    ટેકનોલોજી શેરમાં તેઝી કોરિયા અને જાપાનમાં સુધારો જોવા મળ્યો છે. જાપનનો Nikkei ઇન્ડેક્સ 360 પોઇન્ટ, તાઇવાન 120 પોઇન્ટ અને કોરિયાનો KOSPI 100 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે ઇન્ડોનેશિયા, શાંઘાઇ, હોંગકોંગ શેરબજારો સાધારણ નરમ હતા.

  • Aug 14, 2026 09:26 IST

    શેરબજારમાં વેચવાલીનું દબાણ, સેન્સેક્સ 325 પોઇન્ટ તૂટ્યો

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 176 પોઇન્ટ ઘટીને 77,903 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 325 પોઇન્ટ ઘટીને 77750 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 33 પોઇન્ટ ઘટીને 24,361 ખુલ્યો છે. શેરબજારમાં આજે ભારે વેચવાલીનું દબાણ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *