Share Market Information As we speak Dwell Replace In Gujarati : એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે સેન્સેક્સ 109 પોઇન્ટ વધી 78263 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટીને 78000 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ફ્લેટ 24,472 ખુલ્યો હતો. મહિન્દ્રા, લાર્સન ટુર્બો, કોટક બેંક અને બજાજ ફાઇનાન્સ બેંકના શેર અડધાથી 1 ટકા સુધી નરમ છે.
ગોદરેજ કન્ઝ્યુમર શેર 10 ટકા ધડામ
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડનો શેરમાં 10 ટકાનો કડાકો બોલાયો છે. ગુરુવારે કંપનીનો શેર 10 ટકાની લોઅર સર્કિટ સાથે જ 916 રૂપિયા ખુલ્યો હતો. શેરમાં ઘટાડાનું કારણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુધીર સીતાપતિનું અચાનક રાજીનામું છે. સીતાપતિના રાજીનામાં બાદ કંપનીએ આસિફ મલબરીને કંપનીની જવાબ સોંપી છે. નોંધનિય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કંપનીનો શેર 25 ટકાથી વધુ ઘટી ગયો છે.
ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનનું રાજીનામું
ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરને રાજીનામું આપ્યું છે. એન ચંદ્રશેખરને 12 ઓગસ્ટ, 2026ના રોજ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. જાણકારી મુજબ ચંદ્રશેખરન ફરી ચેરમેન પદ પર નિમણુંકની માંગ કરશે નહીં પરંતુ તેઓ વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોઅલ ટાટા એ એન ચંદ્રશેખરનને ચેરમેન પદે જાળવી રાખવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ટાટા સન્સની બોર્ડ મિટિંગમાં ચંદ્રશેખરનની ફેર નિમણુંક પર નિર્ણય મુલત્વી રહ્યો હતો. ટાટા ટ્રસ્ટ સાથે મતભેદની અટકળો વચ્ચે એન. ચંદ્રશેખરન હાલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ચેરમેન પદે ન રહેવાનો નિર્ણય લીધો છે.
-
Aug 12, 2026 13:53 IST
TCS 5 ટકા તૂટ્યો, ચંદ્રશેખરનના રાજીનામાં બાદ ટાટા ગ્રૂપના શેરમાં વેચવાલીનું દબાણ
ટીસીએસ સહિત ટાટા ગ્રૂપના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. એન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ ટાટા ગ્રૂપના શેર તૂટ્યા છે. બ્લુચીપ આઈટી સ્ટોક ટીસીએસનો શેર 5 ટકા ઘટીને ₹2323 આસપાસ બોલાઇ રહ્યો છે. તો ટાયટન અને ટાટા સ્ટીલ બે ટકા તૂટ્યા છે. TMPV 3.7 ટકા ઘટ્યો છે.
-
Aug 12, 2026 13:50 IST
HDFC બેંક શેર 52 અઠવાડિયાને તળિયે
HDFC બેંક શેર પોણો ટકા ઘટીને 722 રૂપિયા બોલાયો છે, જે 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ છે. આ બેંક 23 ઓક્ટોબર 2025ના રોજ ₹ 1020 ની 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. કેલેન્ડર વર્ષ 2026માં અત્યાર સુધીમાં એચડીએફસી બેંક શેર 8.2 ટકા તૂટ્યો છે.
-
Aug 12, 2026 13:49 IST
સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો
શેરબજારમાં બ્લુચીપ આઈટી અને ઓટો શેરમાં વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તટ્યો અને 77500 લેવલ નીચે ઉતરી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 190 પોઇન્ ઘટીને 24300 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Aug 12, 2026 11:39 IST
ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનનું રાજીનામું
ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરને રાજીનામું આપ્યું છે. એન ચંદ્રશેખરને 12 ઓગસ્ટ, 2026ના રોજ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. જાણકારી મુજબ ચંદ્રશેખરન ફરી ચેરમેન પદ પર નિમણુંકની માંગ કરશે નહીં પરંતુ તેઓ વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોઅલ ટાટા એ એન ચંદ્રશેખરનને ચેરમેન પદે જાળવી રાખવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ટાટા સન્સની બોર્ડ મિટિંગમાં ચંદ્રશેખરનની ફેર નિમણુંક પર નિર્ણય મુલત્વી રહ્યો હતો. ટાટા ટ્રસ્ટ સાથે મતભેદની અટકળો વચ્ચે એન. ચંદ્રશેખરન હાલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ચેરમેન પદે ન રહેવાનો નિર્ણય લીધો છે.
-
Aug 12, 2026 11:32 IST
ગોદરેજ કન્ઝ્યુમર શેર 10 ટકા ધડામ
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડનો શેરમાં 10 ટકાનો કડાકો બોલાયો છે. ગુરુવારે કંપનીનો શેર 10 ટકાની લોઅર સર્કિટ સાથે જ 916 રૂપિયા ખુલ્યો હતો. શેરમાં ઘટાડાનું કારણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુધીર સીતાપતિનું અચાનક રાજીનામું છે. સીતાપતિના રાજીનામાં બાદ કંપનીએ આસિફ મલબરીને કંપનીની જવાબ સોંપી છે. નોંધનિય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કંપનીનો શેર 25 ટકાથી વધુ ઘટી ગયો છે.
-
Aug 12, 2026 09:49 IST
સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી નરમ
એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે સેન્સેક્સ 109 પોઇન્ટ વધી 78263 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટીને 78000 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ફ્લેટ 24,472 ખુલ્યો હતો. મહિન્દ્રા, લાર્સન ટુર્બો, કોટક બેંક અને બજાજ ફાઇનાન્સ બેંકના શેર અડધાથી 1 ટકા સુધી નરમ છે.
