મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય નેતાઓને લક્ષ્ય બનાવતા શાહે ટિપ્પણી કરી કે કોંગ્રેસ સતત ત્રણ ચૂંટણીઓમાં મળેલી હારને કારણે પેદા થયેલી પોતાની હતાશાને વિવિધ રીતે બહાર કાઢી રહી છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કોંગ્રેસ પક્ષે ‘ભારત સમિટ 2026’ નામના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શનિવારે આ કાર્યક્રમ રાજકીય વિવાદમાં સપડાઈ ગયો, જ્યારે ઇટાલીના જિયાકોમો ફિલિબેક નામના વ્યક્તિએ નારો લગાવ્યો: “મત ચોર, ગદ્દી છોડ!” આના જવાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી અને અન્ય નેતાઓ હસતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ભાજપે આ ઘટનાને રાષ્ટ્રનું અપમાન ગણાવીને તેની નિંદા કરી હતી.
અમિત શાહે કહ્યું, “તેમણે ભારતને વૈશ્વિક સ્તરે બદનામ કરવાનું કામ કર્યું છે.”
અમિત શાહે જણાવ્યું, “કોંગ્રેસ પક્ષ સતત ત્રણ ચૂંટણીઓમાં મળેલી હારને કારણે પેદા થયેલી પોતાની હતાશાને વિવિધ રીતે વ્યક્ત કરી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ કોંગ્રેસ પક્ષે હૈદરાબાદમાં ‘ભારત સમિટ 2026’નું આયોજન કર્યું હતું. તેમણે ભારત અને વિદેશમાંથી ડાબેરી વિચારધારાના સમર્થકોને આમંત્રિત કર્યા હતા અને તેમાં કોંગ્રેસના ‘યુવરાજ’ પણ હાજર હતા. જોકે તેને ‘ભારત સમિટ’ નામ આપવામાં આવ્યું હતું પરંતુ રાહુલ ગાંધીએ આ આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ભારત વિરોધી ભાવનાઓ ફેલાવવા માટે કર્યો અને વૈશ્વિક સ્તરે ભારતને બદનામ કરવાનું કામ કર્યું.”
#WATCH | Pune, Maharashtra: Union Residence and Cooperation Minister Amit Shah says, “The Congress celebration is venting the frustration of dropping for 3 consecutive phrases in varied methods. Simply over the previous two days, the Congress celebration organised the ‘Bharat Summit 2026’ in Hyderabad. They invited propagators of leftist ideology from throughout the nation and overseas to India, and the prince of the Congress additionally went there. They named it ‘Bharat Summit’, but Rahul Gandhi ji labored to defame India throughout your entire world by expressing anti-India views at a global convention. Right this moment, from this platform, I’ve come to inform the individuals of Maharashtra, and I additionally need to inform individuals throughout your entire nation: wherever you meet Congressmen, ask them that preventing elections, dropping, and successful rely upon the efficiency of a celebration’s leaders. You got an opportunity for 10 years, and also you dedicated scams and corruption price ₹12 lakh crore. The individuals of the nation held you by the hand and threw you out of the federal government in Delhi, making Narendra Modi ji the Prime Minister. In 12 years, not even a single allegation of corruption price even 4 annas has been levelled towards Narendra Modi ji…”
— ANI (@ANI) November 15, 2026
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, “આજે આ મંચ પરથી હું મહારાષ્ટ્રના લોકો અને સમગ્ર દેશના લોકોને અપીલ કરું છું કે જ્યારે પણ તમને કોંગ્રેસના સભ્યો મળે ત્યારે તેમને સવાલ પૂછો. તેમને પૂછો કે, શું એ સાચું નથી કે ચૂંટણી લડવી, જીતવી કે હારવી એ પક્ષના નેતાઓના પ્રદર્શન પર આધારિત હોય છે? તમને 10 વર્ષની તક આપવામાં આવી હતી, જે દરમિયાન તમારા શાસનકાળમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો અને ભ્રષ્ટાચાર થયા. આ દેશની જનતાએ તમને સત્તામાંથી બહાર કરી દીધા અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા. છેલ્લા 12 વર્ષમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી.”
જિયાકોમો ફિલિબેક કોણ છે?
જિયાકોમો ફિલિબેક ‘પાર્ટી ઓફ યુરોપિયન સોશિયાલિસ્ટ્સ’ (PES) ના મહાસચિવ છે. તેમનો જન્મ 1978માં રોમમાં થયો હતો. ફિલિબેક ઇટાલીની ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે અને તેમણે યુરોપિયન યુવા સંગઠનો તથા આંતરરાષ્ટ્રીય પ્રગતિશીલ રાજકારણમાં બે દાયકા સુધી કામ કર્યું છે.
That is an Anti-Bharat Summit & right here is the proof.! Congress as soon as tried to make an Italian nationwide the Prime Minister of India. Now, at its Anti-Bharat Summit, an Italian political chief is commenting on India’s inside affairs! Congress govt beneath Revanth Reddy gave international political representatives the stage to intrude in our home politics & Rahul Gandhi is shamelessly laughing. That is his hatred in the direction of our nation India’s democracy belongs to 140 crore Indians. Congress has no mandate to show a summit on Indian soil right into a platform for international political interference.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 14, 2026
કેન્દ્રીય મંત્રીએ પણ નિશાન સાધ્યું
કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારે ઇટાલિયન નેતાના નિવેદન મુદ્દે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ‘X’ (ટ્વિટર) પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, “આ એક ‘ભારત-વિરોધી સંમેલન’ છે અને આ રહ્યો તેનો પુરાવો! એક સમયે કોંગ્રેસે એક ઇટાલિયન નાગરિકને ભારતના વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમના ‘ભારત-વિરોધી સંમેલન’માં એક ઇટાલિયન રાજકારણી ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરી રહ્યા છે!”
આ પણ વાંચો: ‘ભારતના અપમાન પર હસનારા લોકો…’; ઇટાલીના નેતાના સૂત્રોચ્ચાર પર કિરન રિજિજુનો રાહુલ ગાંધી પર પ્રહાર
તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં ઉમેર્યું, “રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે વિદેશી રાજકીય પ્રતિનિધિઓને આપણા આંતરિક મામલાઓમાં દખલ કરવા માટે એક મંચ પૂરું પાડ્યું છે અને રાહુલ ગાંધી નિર્લજ્જ થઈને હસી રહ્યા છે. આ આપણા દેશ પ્રત્યેની તેમની નફરતને છતી કરે છે. ભારતનું લોકશાહી તંત્ર તેના 1.4 અબજ નાગરિકોનું છે. ભારતીય ધરતી પર યોજાયેલા કોઈ સંમેલનને વિદેશી રાજકીય દખલગીરીના મંચમાં ફેરવવાનો કોંગ્રેસને કોઈ અધિકાર નથી કે પછી તેમને આવો કોઈ જનાદેશ પણ મળ્યો નથી.”
