શું મહિલાઓએ ચહેરાના વાળ શેવ કરવા જોઈએ? ત્વચા નિષ્ણાંત પાસેથી જવાબ જાણો

શું મહિલાઓએ ચહેરાના વાળ શેવ કરવા જોઈએ? ત્વચા નિષ્ણાંત પાસેથી જવાબ જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


ચહેરાના અનિચ્છનીય વાળને દૂર કરવા માટે, મહિલાઓ ઘણીવાર વેક્સિંગ, થ્રેડિંગ અથવા લેસર હેયર રિડક્શનનો સહારો લે છે. પરંતુ જ્યારે રેઝરથી ફેસ શેવિંગની વાત આવે છે  ત્યારે ઘણા પ્રકારના પ્રશ્નો અને ડર સામે આવે છે. મહિલાઓમાં સૌથી વધુ ડર અને મૂંઝવણ રહે છે કે શેવિંગ કરવાથી વાળ પહેલા કરતા વધુ જાડા અને ઝડપથી વધે છે. શું ખરેખર આવું થાય છે? આ સવાલનો જવાબ ત્વચા નિષ્ણાત ડો.ગુરવીન વરૈચે આપ્યો છે.

શું ચહેરાના વાળ શેવ કરવા યોગ્ય છે?

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં ડો.ગુરવીન વરૈચે ફેસ શેવિંગને થોડો વિવાદાસ્પદ વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે લેસર હેયર રિડક્શન પછી ચહેરાના વાળને દૂર કરવાની આ સૌથી સરળ, અસરકારક અને અનુકૂળ રીતમાંથી એક છે.

તેમના મતે એવું કહેવું ખોટું છે કે શેવિંગ કરવાથી વાળ ઝડપથી વધે છે. રેઝર ફક્ત ત્વચાની સપાટી પરથી વાળ કાપે છે, તેને મૂળમાંથી દૂર કરતું નથી. આ કારણોસર વાળ વેક્સિંગ અથવા થ્રેડિંગની સરખામણીમાં ઝડપથી પાછા દેખાવાનું શરૂ કરે છે.

શું શેવિંગથી વાળ જાડા થઇ જાય છે?

ડૉ. ગુર્વિન વરૈચે જવાબ આપ્યો હતો કે એવું થતું નથી. તેમણે જણાવ્યું કે શેવિંગ વાળની જાડાઈ પર અસર કરતી નથી. રેઝર વાળને સીધા કાપી નાખે છે, જે ફરીથી ઉભરી આવે ત્યારે તે થોડા સખત અથવા જાડા લાગે છે. આ જ કારણ છે કે લોકોને લાગે છે કે વાળ ઘટ્ટ થઈ ગયા છે, જ્યારે હકીકતમાં તેમની જાડાઈ બદલાતી નથી.

ચહેરાના વાળ શેવિંગ કરવાના ફાયદા

તે વેક્સિંગ અથવા થ્રેડિંગ કરતા થોડું ઓછું ખર્ચાળ છે. શેવિંગ દરમિયાન ત્વચાની મૃત કોશિકાઓ પણ હટી જાય છે. ચહેરાના અત્યંત બારીક વાળ પણ સરળતાથી સાફ થઈ જાય છે.

ફેસ શેવિંગના ગેરફાયદા

દરેક પદ્ધતિ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. ફેસ શેવિંગ કરવાના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે. આમ કરવાથી વાળ મૂળમાંથી બહાર નથી આવતા, તેથી તે ઝડપથી પાછા આવે છે. ખૂબ શુષ્ક અથવા સંવેદનશીલ ત્વચા બળતરા થઇ શકે છે. જો સાવચેતી ન રાખવામાં આવે અને રેઝરથી થોડો કટ લાગી જાય તો ચેપનું જોખમ વધી શકે છે.

કોના માટે ફેસ શેવિંગ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે?

ડો.ગુરવીન વરૈચના જણાવ્યા અનુસાર આ લોકો ફેસ શેવિંગ અપનાવી શકે છે. જેમના ચહેરા પર ખૂબ જ બારીક વાળ હોય છે. જેમના વાળ કાળા અને જાડા હોય પરંતુ તેઓ લેસર હેયર રિડક્શન કરાવવા માંગતા નથી અથવા કરાવી શકતા નથી. જેમને વેક્સિંગ અથવા લેસર પછી ખીલ જેવા ફોલ્લીઓ થાય છે.

યોગ્ય રેઝરની પસંદગી પણ મહત્વપૂર્ણ છે

રેઝર ખરીદતી વખતે, માત્ર કિંમત જ નહીં, પરંતુ તેની ડિઝાઇનને પણ ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. KAI India ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યુ પંડ્યાએ અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે શરીરના વિવિધ ભાગો માટે અલગ-અલગ પ્રકારના રેઝર બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ચહેરા માટે વપરાતા રેઝરમાં સામાન્ય રીતે  L શેપ વાળો હેડ અને લાંબુ હેન્ડલ હોય છે, જે ભમર, ઉપલા હોઠ અને ચહેરાના અન્ય ભાગો પર સરળતાથી શેવ કરી શકાય છે.

ડિસ્ક્લેમર : આ લેખ ત્વચારોગ ચિકિત્સક અને જાહેરમાં ઉપલબ્ધ સ્રોતો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે, કોઈપણ પ્રકારની એલર્જી, ચેપ અથવા ત્વચા સંબંધિત સમસ્યા છે, તો ચહેરાના વાળ દૂર કરવાની કોઈપણ પદ્ધતિ અપનાવતા પહેલા ત્વચારોગ ચિકિત્સકની સલાહ લેવાનું ભૂલશો નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *