અનાહત સિંહ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, ઇજિપ્તના વર્ચસ્વનો અંત

અનાહત સિંહ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, ઇજિપ્તના વર્ચસ્વનો અંત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Anahat Singh World Junior Squash Championships Winners: અનાહત સિંહે ગયા વર્ષે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ઈન્ડિવિડ્યુઅલ ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીતવા માટે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે તેણે એક ડગલું આગળ વધીને વર્લ્ડ જુનિયર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

ભારતની સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે શનિવારે (25 જુલાઈ) ઈજિપ્તના રુકૈયા સલેમને હરાવીને વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ઈન્ડિવિડ્યુઅલ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. અનાહત સિંહે પણ ટાઈટલ જીતીને ટુર્નામેન્ટમાં ઈજીપ્તના દબદબોનો અંત આણ્યો. 

વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ઈન્ડિવિડ્યુઅલ ચેમ્પિયનશીપમાં 16 વર્ષ બાદ કોઇ એવા ખેલાડીની જીત થઇ છે, જે ઈજીપ્તનો નથી. છેલ્લે 2010માં અમેરિકાની અમાન્ડા શોબીએ આ ટાઈટલ જીત્યું હતુ.

વર્લ્ડ રેન્કિંગમાં 20મો ક્રમાંક ધરાવતી અને ટુર્નામેન્ટમાં ટોચનું સ્થાન ધરાવતી અનાહત સિંહે વિમેન્સ ફાઈનલમાં રુકૈયાને સીધી ગેમ્સમાં 11-3, 11-7, 11-9 થી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. અનાહત સિહંે ગયા વર્ષે પણ આ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને સેમિ ફાઈનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેણે એક ડગલું આગળ વધીને વર્લ્ડ જુનિયર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

અનાહક સિંહનું શાનદાર પ્રદર્શન

દિલ્હીની આ ખેલાડી એનાહત સિંહે ફાઈનલમાં જબરજસ્ત શરુઆત કરી હતી. પ્રથમ ગેમ 11-3 થી જીતી હતી. બીજી ગેમમાં અનાહત સિંહે 11-7 થી જીત મેળવી હતી. જો કે ત્રીજી ગેમમાં ઈજીપ્તના ખેલાડી રુકૈયા સલેમે શાનદાર પુનરાગમન કર્યું હતુ. અનાહત એક તબક્કે 6-8 થી પાછળ હતી, પરંતુ ભારતીય ખેલાડીએ દબાણ ઘટાડ્યું હતું અને રમત 11-9 થી જીતવા માટે જરૂરી પોઇન્ટ લીધા હતા અને પાંચમી વખતમાં જુનિયર ટાઇટલ જીત્યું હતું.

અનાહત સિંહની નજર ઓલિમ્પિક પર

16 વર્ષની ઉંમરે અનાહત સિંહને ઘણો અનુભવ છે. તેનું વર્લ્ડ રેન્કિંગ 20 છે અને તેણે ઘણા એશિયન ગેમ્સ મેડલ જીત્યા છે. ત્રીજી ગેમમાં તેણે ઇજિપ્તના કાઉન્ટર એટેકને નિષ્ફળ બનાવ્યો ત્યારે તેનો અનુભવ દેખાયો. હાલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રેગરી ગોલ્ટિયર પાસેથી કોચિંગ મેળવી રહી છે અને ભારતીય લેજન્ડ સૌરવ ઘોસાલના માર્ગદર્શનમાં અનાહત સિંહ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં મેડલ જીતને દેશને ગૌરવ અપાવી શકે છે.

આ પણ વાંચો | કોમનવેલ્થ ગેમ્સ 2026 : ઝંડુ કુમારે ભારતનું મેડલનું ખાતું ખોલાવ્યું, પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો

જોશના ચિનપ્પાની હરોળમાં અનાહત સિંહ

અનાહત સિંહ અગાઉ ભારતીય સ્ક્વોશ લેજન્ડ જોશના ચિનપ્પા 2005માં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી હતી. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *