Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. શનિવારને 25 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 202 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં 3.43 ઇંચ વરસ્યો છે.
202 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 25 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 202 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 3.43 ઇંચ, ખેરગામમાં 2.68 ઇંચ, નાનાપોંઢામાં 2.36 ઇંચ, દિયોદરમાં 2.36 ઇંચ, લાખણીમાં 2.01 ઇંચ, ધાનેરામાં 1.81 ઇંચ, રાધનપુરમાં 1.65 ઇંચ, દેત્રોજ રામપુરામાં 1.57 ઇંચ, ઓગડમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો છે.
26 જુલાઇની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 જુલાઇને રવિવારે વાવ થરાદ, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સિવાય પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં મેહુલિયો જામ્યો, પાટણના સાંતલપુરમાં 12 ઇંચ અને રાધનપુરમાં 9.25 ઇંચ વરસાદ
ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક પાણીમાં ડૂબ્યો
પાટણ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ચારણકા સ્થિત એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે ચારણકા સોલારપાર્ક તેમજ તેની આસપાસ આવેલા તમામ ગામો પાણીમાં ડૂબી ગયા છે.
