Share Market Information Right this moment Spotlight In Gujarati : શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 331 પોઇન્ટ ઘટી 76059 અને નિફ્ટી 102 પોઇન્ટ ઘટીને 23767 બંધ થયા છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 900 પોઇન્ટ જેટલો ઘટીને 75474 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો નિફ્ટી 3,606 સુધી ઘટ્યો હતો. શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ઓટો અને કેપિટલ ગુડ્સ શેર તૂટ્યા છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 682 પોઇન્ટના ઘટાડે 75,708 ખુલ્યા હતા. એનએસઇ નિફ્ટી 203 પોઇન્ટ ઘટી 23,666 ખુલ્યો છે. ટ્રમ્પ દ્વારા ભારતમાં 10 ટકા નવી ટેરિફ લાદતા માર્કેટ તૂટ્યું છે. ઉપરાંત યુએસ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવ ફરી 100 ડોલરની સપાટી કુદાવી ગયા છે, જેના કારણે પણ માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે.
ક્રૂડ ઓઇલ 100 ડોલર પાર
અમેરિકા ઇરાન યુદ્ધ ચાલુ રહેતા ક્રૂડ ઓઇલમાં ફરી ભડકો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ ઉછળીને 100 ડોલર પ્રતિ બેરલની સપાટી કુદાવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 7 ટકા ઉછળીને 101.03 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહ્યો છે. તો WTI ક્રૂડ વાયદો 92 ડોલર ઉપર ટ્રેડ થઇ રહ્યો છે. આ અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ 13.5 ટકા ઉછળ્યા છે.
એશિયન બજારોમાં સાર્વત્રિક વેચવાલી
એશિયાના તમામ શેરબજારો આજે તૂટ્યા હતા, જેના લીધે શુક્રવારનો રોજ ફરી બ્લેક ફ્રાઇડે બની રહેવાની આશંકા છે. આજે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 2130 પોઇન્ટ અને તાઇવાન માર્કેટ 1100 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. હોંગકોંગ 325 પોઇન્ટ, કોરિયા 400 પોઇન્ટ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને હોંગકોંગ માર્કેટ સાધારણ ઘટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 210 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Jul 24, 2026 17:44 IST
રોકાણકારોને ₹ 9 લાખ કરોડનું જંગી નુકસાન
સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં દિવસે ઘટીને બંધ થવાથી રોકાણકારોને 9 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે. આજે બીએસઇની માર્કેટકેપ ₹ 475.69 લાખ કરોડ થઇ છે, જે 21 જુલાઇના રોજ ₹ 484.29 લાખ કરોડની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી હતી. આમ માત્ર ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹ 9 લાખ કરોડનું નુકસાન થયું છે.
-
Jul 24, 2026 17:40 IST
સેન્સેક્સ ટોપ 5 લુઝર શેર
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 20 શેર ઘટીને બંધ થયા છે. જેમા સૌથી વધુ ઘટેલા 5 શેરમાં બજાજ ફાઈનાન્સ 2.6 ટકા, ઇટરનલ 2.4 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2.1 ટકા, ભારતી એરટેલ 1.7 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.1 ટકા ઘટીને બંધ થયો છે. તો વધીને બંધ થયેલા 5 શેરમાં HCL ટેકનોલોજી 2.1 ટકા, ITC, ટ્રેન્ટ, TCS અને એક્સિસ બેંકના શેર અડધા થી પોણા ટકા સુધી સુધર્યા છે.
-
Jul 24, 2026 17:36 IST
શેરબજાર સતત પાંચમાં દિવસે તૂટ્યા
શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 331 પોઇન્ટ ઘટી 76059 અને નિફ્ટી 102 પોઇન્ટ ઘટીને 23767 બંધ થયા છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 900 પોઇન્ટ જેટલો ઘટીને 75474 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો નિફ્ટી 3,606 સુધી ઘટ્યો હતો. શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
-
Jul 24, 2026 09:40 IST
ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 680 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 682 પોઇન્ટના ઘટાડે 75,708 ખુલ્યા હતા. એનએસઇ નિફ્ટી 203 પોઇન્ટ ઘટી 23,666 ખુલ્યો છે. ટ્રમ્પ દ્વારા ભારતમાં 10 ટકા નવી ટેરિફ લાદતા માર્કેટ તૂટ્યું છે. ઉપરાંત યુએસ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવ ફરી 100 ડોલરની સપાટી કુદાવી ગયા છે, જેના કારણે પણ માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે.
-
Jul 24, 2026 08:53 IST