Share Market Information: શેરબજારમાં નરમાઇ યથાવત, જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.87 ટકા થયો

Share Market Information: શેરબજારમાં નરમાઇ યથાવત, જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.87 ટકા થયો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information Right this moment Dwell Replace In Gujarati : યુએસ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલની કિંમત વધતા માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડતા મંગળવારે એશિયન બજારોમાં નરમાઇનો માહોલ હતો. જાપાન માર્કેટ 680 પોઇન્ટ, હોંગકોંગ 200 પોઇન્ટ, તાઇવાનમાં 1420 પોઇન્ટ, કોરિયા 325 પોઇન્ટ અને થાઇલેન્ડ અને શાંઘાઇ માર્કેટ સાધારણ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 160 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. 

સોમવારે અમેરિકાનો નાસ્ડેક 1.5 ટકાથી વઘુ ઘટ્યો અને S&P પણ દબાણ હેઠળ હતું. યુદ્ધ અને ક્રૂડ ઓઇલમાં તેજીથી બેન્ચમાર્ક 10 વર્ષીય યુએસ બોન્ડની યીલ્ડ અડધો ટકો વધીને 4.61 ટકા થઇ છે. તો જાપાનના સરકારી બોન્ડની યીલ્ડ સાધારણ વધી છે.

SBI ફંડ્સ મેનેજમેન્ટ IPO સબ્સક્રિપ્શન આજથી શરૂ 

એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડના આઈપીઓ સબ્સક્રિપ્શન આજથી શરૂ થયું છે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે, જે 14 જુલાઇ ખુલશે અને 16 જુલાઇ બંધ થશે. કંપની IPO દ્વારા ₹ 11692.91 કરોડ એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 545 – 574 પ્રતિ શેર અને લોટ સાઇઝ 26 શેર છે. કંપનીનો આ શેર 21 જુલાઇના રોજ BSE અને NSE પર લિસ્ટેડ થશે.

  • Jul 14, 2026 16:23 IST

    HCL ટેકનોલોજી 4.5 ટકા તૂટ્યો

    એચસીએલ ટેક્નોલોજીનો શેર 4.5 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર સ્ટોક બન્યો હતો. ત્યારબાદ ઇન્ડિગો 2.3 ટકા, બજાજ ફિનસર્વ 2.2 ટકા, SBI અને મહિન્દ્રા મહિન્દ્રા 2.1 ટકા ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોક માંથી 24 અને નિફ્ટી 50 ઇન્ડેક્સના 39 શેર ઘટ્યા હતા. 

  • Jul 14, 2026 16:21 IST

    સેન્સેક્સ 561 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 159 પોઇન્ટ નરમ

    શેરબજારમાં પેનિક સેલિંગથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. આજે સેન્સેક્સ 561 પોઇન્ટ ઘટી 77054 અને નિફ્ટી 159 પોઇન્ટ ઘટી 24052 બંધ થયા છે. જો સેન્સેક્સમાં 77000 અને નિફ્ટીમાં 24000 સપોર્ટ લેવલ તૂટે માર્કેટ વધુ ઘટી શકે છે. આજે બેંક, ઓટો અને કેપિટલ ગુડ્સ શેર સૌથી વધુ તૂટ્યા છે.

  • Jul 14, 2026 13:27 IST

    જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.87 ટકા થયો

    WPI : જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.87 ટકા થયો છે, જેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલ, ખાદ્યચીજો સહિત અન્ય સામગ્રીની કિંમતમાં ઝડપી વધારો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ના આંકડા જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે, “જૂન 2026 માં WPI ફુગાવો વધારાના મુખ્ય કારણો ક્રૂડ ઓઇલ, ખાદ્ય ચીજવસ્તુઓ, મેટલનું ઉત્પાદન અને કેમિકલ અને રાસાયણિક પેદાશોના ઉત્પાદન ખર્ચમાં વધારો છે. જૂનમાં બળતણ અને વીજળીમાં જથ્થાબંધ ફુગાવાનો દર 27.41 ટકા હતો, જે મે મહિનામાં 30.33 ટકા હતો.

  • Jul 14, 2026 09:52 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, બેંક અને ઓટો શેરમાં વેચવાલી

    વૈશ્વિક બજારોની નરમાઇના પગલે મંગળવારે સેન્સેકસ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 340 પોઇન્ટ જેટલો ઘટીને 77,272 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના પગલે સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 77100 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ જેટલો ઘટીને 24,068 ખુલ્યો હતો. બેંક, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરમાં ભારે વેચવાલીથી બજાર તૂટ્યું છે. 

  • Jul 14, 2026 08:58 IST

    SBI ફંડ્સ મેનેજમેન્ટ IPO સબ્સક્રિપ્શન આજથી શરૂ 

    એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડના આઈપીઓ સબ્સક્રિપ્શન આજથી શરૂ થયું છે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો IPO છે, જે 14 જુલાઇ ખુલશે અને 16 જુલાઇ બંધ થશે. કંપની IPO દ્વારા ₹ 11692.91 કરોડ એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 545 – 574 પ્રતિ શેર અને લોટ સાઇઝ 26 શેર છે. કંપનીનો આ શેર 21 જુલાઇના રોજ BSE અને NSE પર લિસ્ટેડ થશે.

  • Jul 14, 2026 08:58 IST

    એશિયન બજારોમાં ઘટાડો, US બોન્ડ યીલ્ડ વધી

    યુએસ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલની કિંમત વધતા માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડતા મંગળવારે એશિયન બજારોમાં નરમાઇનો માહોલ હતો. જાપાન માર્કેટ 680 પોઇન્ટ, હોંગકોંગ 200 પોઇન્ટ, તાઇવાનમાં 1420 પોઇન્ટ, કોરિયા 325 પોઇન્ટ અને થાઇલેન્ડ અને શાંઘાઇ માર્કેટ સાધારણ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 160 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. 

    સોમવારે અમેરિકાનો નાસ્ડેક 1.5 ટકાથી વઘુ ઘટ્યો અને S&P પણ દબાણ હેઠળ હતું. યુદ્ધ અને ક્રૂડ ઓઇલમાં તેજીથી બેન્ચમાર્ક 10 વર્ષીય યુએસ બોન્ડની યીલ્ડ અડધો ટકો વધીને 4.61 ટકા થઇ છે. તો જાપાનના સરકારી બોન્ડની યીલ્ડ સાધારણ વધી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *