પોકો X8 પાવર 5G લોન્ચ, 10000mAh બેટરી ફોનની કિંમત ફીચર જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


POCO X8 Energy 5G Launch India : સ્માર્ટફોન યુઝરને હવે બેટરી ઉતરી જવાની ચિંતા રહેશે નહીં. ભારતમાં મોટી 10000mAh બેટરી સાથે પાવરફુલ સ્માર્ટફોન પોકો X8 પાવર લોન્ચ થયો છે. આ મોબાઇલમાં 1.5K સ્ક્રીન, 50MP કેમેરા, 32MP સેલ્ફી કેમેરા અને સ્નેપડ્રેગન પ્રોસેસર આવે છે.

POCO X8 Energy બેટરી

પોકો એક્સ8 પાવર 5જી સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની ધાંસુ 10000mAh બેટરી છે. કંપની 6 વર્ષની બેટરી હેલ્થ આપે છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી સિંગલ ચાર્જમાં લગભઘ 3.5 દિવસનું બેકઅપ આપે છે. બેટરી ચાર્જ કરવા માટે 100W હાયપરચાર્જર ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સજ્જ છે. માત્ર 15 મિનિટ ચાર્જ કરવાથી મોબાઇલ સંપૂર્ણ એક દિવસ સુધી ચાલી શકે છે. ફોનમાં 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ છે, જેનાથી અન્ય ડિવાઇસ પણ ચાર્જ કરી શકાય છે. આ ફોનમાં બાયપાસ ચાર્જિંગ ટેકનોલોજી પણ મળે છે.

POCO X8 Energy સ્પેસિફિકેશન

પોકો એક્સ8 પાવર 5જી ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ HyperOS 3.0 સાથે આવે છે. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 6 Gen 5 ચિપસેટ, જે 4નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી 2.6 ગીગાહર્ટ્ઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. ફોનમાં ગ્રાફિક્સ માટે Adreno જીપીયુ આપ્યું છે.

પોકો X8 Energy 5G ફોનમાં 2772 × 1280 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.83 ઇંચની 1.5K AMOLED સ્ક્રીન છે, જે 120Hz રિફ્રેશ રેટ, 3200Hz ટચ સેમ્પલિંગ રેટ, HDR10+ અને 3500nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોનમાં ઓપ્ટિકલ ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ટેક્નોલોજી મળે છે. સ્ક્રીન  પ્રોટેક્શન માટે Gorilla Victus 2 લેટર આપ્યું છે. TUV સર્ટિફિકેશનના પગલે આ સ્ક્રીન આઈ પ્રોટેક્શન પણ પ્રદાન કરે છે.

ફોટોગ્રાફી માટે પોકો એક્સ8 પાવર ફોન ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે. તેની બેક પેનલ પર F/1.5 અપર્ચર વાળો 50 મેગાપિક્સલનો મેન OIS કેમેરો છે, જે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરો આપ્યો છે. AI ફીચર્સ થી સજ્જ આ કેમેરાથી 4K Video રેકોર્ડ કરી શકાય છે.

આ સ્માર્ટફોનને IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ મળ્યું છે, એટલે કે તે વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે. આ ફોન સ્ક્રીન પર Moist Contact 2.0 ફીચર આપ્યું છે, જે ભીની આગળી હોય તો ટચ ડિસ્પ્લે રિસ્પોન્સ આપે છે.

પોકો એક્સ9 પાવર 5જી ફોનમાં કંપની 4 જેનરેશન OS અપગ્રેડ અને 6 વર્ષની સિક્યોરિટી અપડેટ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ ફાઇ અને બ્લૂટૂથ 6.0 સાથે IR Blaster જેવા ફીચર મળે છે. યુઝરને આ ફોનમાં ડોલ્બી ઓટોમસ ડ્યુઅલ સ્પીકર અને 400% વોલ્યૂમ બ્લાસ્ટ જેવા વિકલ્પો મળે છે.

આ પણ વાંચો | બેક પેનલ પર LED ડિસ્પ્લે સાથે ભારતમાં નવો 5G સ્માર્ટફોન લોન્ચ, ભીની આંગળીથી ટચ સ્ક્રીન ચાલશે

POCO X8 Energy કિંમત

પોકો X8 પાવર 5G ફોન ભારતીય બજારમાં બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. તેના બેઝ વેરિયન્ટમાં 8GB રેમ + 128GB સ્ટોરેજ છે, જેની કિંમત ₹ 35,999 છે. તો 8GB RAM + 256GB Storage વેરિયન્ટની કિંમત ₹ 38,999 છે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 સપ્ટેમ્બરે શરૂ થશે. લેટેસ્ટ સ્માર્ટફોન બે કલર ઓપ્શન બ્લેક અને યલો રંગમાં ઉપલબ્ધ છે. લોન્ચ ઓફર હેઠળ કંપની આ મોબાઇલ પર ₹ 3000 ડિસ્કાઉન્ટ આપી રહી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *