જીવનશૈલી | રેસીપી | પાપડી ગાંઠિયા એ ગુજરાતનું એક અત્યંત લોકપ્રિય અને ટ્રેડિશનલ ફરસાણ છે. ખાસ કરીને ચા સાથે ખાવાની મજા પડે છે, તેની જલેબી, પપૈયાનો સંભારો અને તળેલા મરચાં સાથે ખાવાની મજા પડી જાય છે, ખાસ કરીને ચા સાથે ગમે તેટલી પાપડી હોઈ ખવાય જાય છે.
પરંતુ ઘણા લોકો ને ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલા પાપડી ગાંઠિયા કડક થઈ જાય છે, અને માર્કેટ જેવા સોફ્ટ બનતા નથી, પરંતુ અહીં આપેલ રેસીપી મુજબ પાણી, તેલ અને સોડાના ચોક્કસ માપથી ઉમેરવાથી તમારા ગાંઠિયા બિલકુલ કંદોઈ જેવા જ સોફ્ટ, લાઈટ અને ક્રિસ્પી બનશે, અહીં જાણો પાપડી ગાંઠિયા બનાવવાની પરફેક્ટ રીત
પાપડી ગાંઠિયા રેસીપી
સામગ્રી
- 250 ગ્રામ બેસન
- 1/3 કપ પાણી
- 1/4 કપ તેલ
- 1/2 ચમચી ખાવાનો સોડા
- 3/4 ચમચી મીઠું
- 1 ચમચી તેલ
હાઈ પ્રોટીન દૂધી કબાબ રેસીપી, ફટાફટ વજન ઘટશે!
પાપડી ગાંઠિયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં અથવા મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરો. આ મિશ્રણને બ્લેન્ડર અથવા ચમચીથી 2 મિનિટ માટે બરાબર ફેંટો.
હવે આ સફેદ મિશ્રણમાં ચણાનો લોટ ચાળીને ઉમેરો. હાથની મદદથી બધું બરાબર મિક્સ કરી લો. ગાંઠિયાનો લોટ બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો મીડિયમ સોફ્ટ બાંધવાનો છે.
લોટ બંધાઈ જાય એટલે ઉપરથી તેલ ઉમેરીને લોટને 2 મિનિટ માટે બરાબર મસળી લો. લોટને જેટલો સારો મસળશો, ગાંઠિયા એટલા જ સોફ્ટ અને સફેદ બનશે.
એક કડાઈમાં ગાંઠિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ગાંઠિયા બનાવવા માટે તમે મોલ્ડ ઉપયોગ કરી શકો છો, જેમાં પાપડી વાળી જાળી મૂકો. મોલ્ડમાં લોટ ભરી લો.
એક કડાઈમાં ગાંઠિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ગાંઠિયા બનાવવા માટે તમે મોલ્ડ ઉપયોગ કરી શકો છો, જેમાં પાપડી વાળી જાળી મૂકો. મોલ્ડમાં લોટ ભરી લો.
હવે તેલ બરાબર ગરમ થાય એટલે ગેસ મધ્યમ રાખી સંચાને ગોળ ફેરવતા જઈ તેલમાં પાપડી પાડો, બન્ને બનું સારી રીતે તળી લો, આમ બધી પાપડી બનાવી લો, અને ડબ્બામાં સ્ટોર કરો, તે મહિના સુધી ફ્રેશ રહેશે.
