DIY Cucumber Face Pack : ઉનાળામાં દરરોજ સૂર્યપ્રકાશ, ધૂળ-માટી, પરસેવો અને પ્રદૂષણને કારણે ચહેરો નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મોંઘા સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે જે ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ ઋતુમાં તમારી ત્વચાની સંભાળ રાખવા માંગો છો, તો ઘરેલું પદ્ધતિઓ મદદરૂપ સાબિત થઈ શકે છે.
ચહેરાને ફ્રેશ અને હાઇડ્રેટેડ રાખવા માટે ખીરા કાકડીનો ઉપયોગ કરી શકો છે જે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સલાડમાં ખાવા અને તેને આંખો પર લગાવવા ઉપરાંત ખીરા કાકડીનો ઉપયોગ ફેસ પેક બનાવવા માટે થઈ શકે છે જે ત્વચાને ચમકદાર અને તાજગી રાખવામાં મદદ કરી શકે છે.
કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે જે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે ચહેરાને ફ્રેશ બનાવી રાખવામાં પણ મદદ કરે છે. જો તમે ગરમીમાં સ્કિન કેયર રુટિન દિનચર્યા અને કુદરતી વિકલ્પ શોધી રહ્યા છો તો તમે ખીરા કાકડીથી બનેલા આ 3 ફેસ પેક ટ્રાય કરી શકો છો.
કાકડી-દહીં ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે અડધી ખીરા કાકડીની પેસ્ટ બનાવી તેમાં 2 ચમચી દહીં ઉમેરો. બંનેને મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. આ ફેસ પેક લગાવતા પહેલા ચહેરાને પાણીથી ધોઈ લો અને આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો. સુકાઇ ગયા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ઉનાળામાં થતા ચહેરાની બળતરાને ઘટાડી શકે છે.
ખીરા કાકડી-મધ ફેસ પેક
ચહેરાને ફ્રેશ અને હાઇડ્રેટેડ રાખવા માટે તમે ખીરા કાકડી અને મધનું ફેસ પેક બનાવી શકો છો. આ માટે અડધી કાકડીની પેસ્ટ બનાવો અથવા તેને છીણી લો. હવે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. લગભગ 15 થી 20 મિનિટ પછી તેને નવશેકા પાણીથી સાફ કરો.
ખીરા કાકડી-એલોવેરા જેલ ફેસ પેક
ખીરા કાકડી અને એલોવેરા જેલ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને તમે ફેસ પેક તૈયાર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ ખીરા કાકડીનો રસ કાઢો અને તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તમે તેમાં થોડું ગુલાબજળ પણ ઉમેરી શકો છો. હવે તેને ચહેરા અને ગરદન પર લગભગ 10 મિનિટ સુધી લગાવો. હવે ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો. આ ફેસ પેક ચહેરાની ત્વચાને ઠંડક આપવા અને તેને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે.
કેરી સાથે આ 5 વસ્તુઓ ના ખાશો, ફાયદાને બદલે થશે નુકસાન
ફેસપેક લગાવતી વખતે સાવચેત રહો
જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો આ ફેસ પેક લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો. આંખોની આસપાસ ફેસ પેક લગાવવાનું ટાળો. ખીરા કાકડીમાં દહીં, મધ અને એલોવેરા જેલ લગાવવાથી ફાયદો થઈ શકે છે, પરંતુ જો તમને ત્વચાની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને લાગુ કરતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
