
Palampur Weekend Journey : વીકેન્ડમાં મોટાભાગના લોકો શિમલા, કુલ્લુ-મનાલી અને મસૂરી જેવા સ્થળોએ ફરવા જતા હોય છે. જોકે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી શાંતિ મળતી નથી. જો તમે પરિવાર સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો અને શાંત, આરામદાયક સ્થળ શોધી રહ્યા છો તો હિમાચલ પ્રદેશના કાંગડા ક્ષેત્રમાં આવેલા પાલમપુર જઇ શકો છો. તેનું ખુશનુમા હવામાન અને ચાના બગીચા તમારા થાકને દૂર કરશે અને તમારી સફરને યાદગાર બનાવશે. મિત્રો કે પરિવાર સાથે પાલમપુર એક ઉત્તમ સ્થળ બની શકે છે.
પાલમપુર ગરમીથી રાહત મેળવવા માટે યોગ્ય સ્થળ
પાલમપુર હિમાચલ પ્રદેશમાં એક નાનું સ્થળ છે જે ગરમીથી રાહત મેળવવા માટે યોગ્ય છે. તમે અમદાવાદથી અને દિલ્હીથી પાલમપુર પહોંચવું એકદમ સરળ છે. તમે ખાનગી કેબ અથવા ટેક્સી પણ લઈ શકો છો. હિમાચલ રોડવેઝ પાલમપુર માટે બસો પણ ચલાવે છે. દિલ્હીથી પાલમપુરનું અંતર આશરે 473 કિમી છે. દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડથી પાલમપુર સુધી બસો દોડે છે. ભાડું લગભગ 500 રુપિયા છે. પાલમપુરમાં ફરવા લાયક ઘણા સ્થળો છે. તમે આ માટે ખાનગી કેબ લઈ શકો છો. તમે અહીં સરળતાથી હોટલ અને હોમસ્ટે પણ શોધી શકો છો.
ચાના બગીચાની મુલાકાત લો
પાલમપુરમાં ઉતર્યા પછી ચા ના બગીચાની મુલાકાત લો. અહીં પર બનેલા કાફે ટી માં ચા નો આનંદ માણો અને વિવિધ પ્રકારના ટી ફ્લેવરનો ટેસ્ટ પણ કરી શકો છો. ચા ના બગીચામાં એક ચા ની ફેક્ટરી પણ છે જ્યાં તમે ચા બનાવવાની પ્રક્રિયા જોઈ શકો છો.
અંડરેટા ગામ
ચાના બગીચામાંથી નીકળ્યા પછી અંડરેટા ગામ તરફ જાઓ. જેને હિમાચલના આર્ટિસ્ટ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણા કલાકારો રહે છે. તમને આ સ્થળે પોટરી મેકિંગની તક પણ મળશે. જ્યાં તમે તમારા પોતાના હાથથી સુંદર માટીની વસ્તુઓ બનાવી શકો છો. ઘણા લોકો 3 મહિનાની પોટરી વર્કશોપ માટે પણ આ સ્થળે આવે છે.
ભારતમાં 5 એવા સુંદર સ્થળો, જ્યાં પહોંચીને તમને વિદેશમાં હોવાનો અનુભવ થશે
જખની માતા મંદિર
જખની માતાનું મંદિર પાલમપુરથી 5 કિમી દૂર છે. ઊંચા પર્વતોમાં વસેલું આ માતા મંદિરની ઘણી માન્યતા છે અને લોકો દૂર-દૂરથી પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આવે છે. ઘણા લોકો ઊંચા પર્વતો અને આ મંદિરની આસપાસ ટ્રેકિંગનો આનંદ પણ માણે છે. આ મંદિરની મુલાકાત લેવી ખરેખર ફળદાયી અનુભવ હશે.
