આઈપીએલ 2026 : પ્લેઓફનો કાર્યક્રમ જાહેર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે

આઈપીએલ 2026 : પ્લેઓફનો કાર્યક્રમ જાહેર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Playoffs Schedule : ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે આઈપીએલ 2026ના પ્લેઓફનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ સાથે ટૂર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે. પ્લેઓફની મેચ આ વખતે ધર્મશાલા, ન્યૂ ચંદીગઢ અને અમદાવાદમાં રમાશે. આઈપીએલ 2026ની ફાઇનલ મેચ 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જાહેર કરેલા નિવેદન અનુસાર આઇપીએલ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીની લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન અને શ્વાસ થંભાવી દેતી ક્ષણો જોવા મળી હતી. આ સાથે આઇપીએલની વધુ એક રોમાંચક સિઝન આખરી તબક્કામાં પહોંચી ગઈ છે.

નિવેદનમાં આગળ કહ્યું કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. કેટલાક ઓપરેશનલ અને લોજિસ્ટિક કારણોસર આઈપીએલ 2026 પ્લેઓફ સિઝન એક વિશેષ વ્યવસ્થા હેઠળ ત્રણ જુદા જુદા સ્ટેડિયમમાં યોજાશે. શરુઆતમાં ફાઈનલ મેચ બેંગલુરુમાં રમાવાની હતી. જોકે સ્થાનિક ક્રિકેટ એસોસિએશન અને પદાધિકારીઓની કેટલીક માગણીઓ એવી હતી જે બીસીસીઆઇના નિર્ધારિત નિયમો અને પ્રોટોકોલના કાર્યક્ષેત્રની બહાર હતી. આ કારણોસર ફાઈનલ મેચનું સ્થળ બદલીને તેને બીજા સ્ટેડિયમમાં ખસેડવામાં આવ્યું છે.

આઈપીએલ 2026 પ્લેઓફનો કાર્યક્રમ

  • ક્વોલિફાયર 1 : 26 મે 2026, ધર્મશાલા.
  • એલિમિનેટર : 27 મે 2026,  ન્યૂ ચંદીગઢ.
  • ક્વોલિફાયર 2 : 29 મે 2026, ન્યૂ ચંદીગઢ.
  • ફાઈનલ: 31 મે 2026, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ.

પ્લેઓફમાં કઈ ટીમો રમશે?

ક્વોલિફાયર 1: આ મેચમાં આઈપીએલ 2026માં પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમો આમને-સામને ટકરાશે. આ મેચમાં વિજેતા બનેલી ટીમ સીધી ફાઈનલમાં સ્થાન મળશે. જ્યારે હારનારી ટીમ ક્વોલિફાયર 2 માં રમશે. 

એલિમિનેટર : આ મેચમાં આઇપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો ટકરાશે. જીતનાર ટીમ ક્વોલિફાયર 2 માં રમશે અને હારનાર ટીમના અભિયાનનો અંત આવશે.

ક્વોલિફાયર 2 : આ મેચમાં ક્વોલિફાયર 1 માં હારનારી ટીમનો મુકાબલો એલિમિનેટર જીતનારી ટીમ સામે થશે. આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ફાઈનલ : ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર-2માં વિજેતા બનનારી ટીમો આમને-સામને ટકરાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *