ફ્રિજને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? ઘરે ક્લીનર સ્પ્રે બનાવીને આ રીતે કરો સફાઇ

ફ્રિજને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? ઘરે ક્લીનર સ્પ્રે બનાવીને આ રીતે કરો સફાઇ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Fridge Cleansing Suggestions : ગરમીમાં ફ્રિજ વગર કામ ચલાવવું શક્ય નથી. ભોજન સુરક્ષિત રાખવાથી લઇને પાણી સહિતની ઘણી વસ્તુઓને ઠંડુ કરવા માટે લોકો ફ્રિજનો ઉપયોગ કરે છે. જોકે ફ્રિજની સફાઈને લોકો દ્વારા અવગણવામાં આવે છે. આ કારણે ફ્રિજમાં ગંદકી, દુર્ગંધ અથવા બેક્ટેરિયા વધવાનો ડર રહે છે. ગંદા ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઉભું થઈ શકે છે. 

જો તમે ઇચ્છો છો કે તમારું ફ્રિજ હંમેશાં ચમકતું રહે અને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં ચાલે તો તમે કેટલાક આસાન સ્ટેપ્સ અપનાવી શકો છો. ફ્રિજને પણ એસીની જેમ સર્વિસ એટલે કે ડીપ ક્લિનિંગની જરુર હોય છે. ચાલો તેને લગતી મહત્વની બાબતો જાણીએ.

ફ્રિજને સાફ કરવા માટે સ્પ્રે આવી રીતે બનાવો

ફ્રિજને સાફ કરવા માટે બજારમાં અનેક પ્રકારના સ્પ્રે હોય છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આ માટે એક કપ પાણીમાં 1/2 કપ સફેદ સરકો અને 2 ચમચી વેનીલા એસેન્સ ઉમેરો. આ પછી તમે વિકલ્પ તરીકે લીંબુનું એસેંશિયલ ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. 

તમે આ સફાઈ મિશ્રણ બનાવીને તેનો ઉપયોગ લગભગ 3 મહિના સુધી કરી શકો છો. કોઈપણ પ્રકારના ડાઘ અથવા ચિપકેલી ગંદકી સાફ કરવા ઉપરાંત આ સ્પ્રે તમારા ફ્રિજને સારી સુગંધ પણ આપશે.

ઘરે ક્લીનિંગ સ્પ્રે કેવી રીતે બનાવવો?

1 કપ પાણી 
1 કપ સફેદ સિરકો 
1  ચમચી બેકિંગ સોડા (વૈકલ્પિક)

તેનો ઉપયોગ આ રીતે કરો

સ્પ્રે બોટલમાં બધી વસ્તુઓને ભરો. તેને ફ્રિજની સપાટી પર છંટકાવ કરો. 5 મિનિટ માટે છોડી દો. ત્યાર બાદ ચોખા કપડાથી લૂછી લો. આમ કરવાથી સિરકો બેક્ટેરિયા અને દુર્ગંધ ઘટાડે છે. બેકિંગ સોડા દુર્ગંધને શોષવામાં મદદ કરે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો

  • ફ્રિજને ડીપ ક્લિનિંગ કરતા સમયે પ્લગ કાઢી લેવો અને તેની સ્વિચ બંધ કરવી. જેથી કરંટ ના લાગે.
  • ગરમ પાણી સીધા ઠંડા કાચના શેલ્ફ પર રેડશો નહીં. તે ક્રેક થઇ શકે છે. 
  • સાફ કર્યા પછી ફ્રિજને સંપૂર્ણપણે સૂકવવા દો, પછી જ ચાલુ કરો.
  • ખુલ્લા ખોરાકને હવાચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.
  • એક્સપાયર્ડ/બગડેલા ખોરાકને તરત જ હટાવી દો.
  • બેકિંગ સોડાનું ખુલ્લું બોક્સ ફ્રિજમાં રાખવાથી દુર્ગંધ ઓછી થાય છે.

ફ્રિજને કેટલા દિવસે સાફ કરવું જોઈએ?

જો ફ્રિજમાંથી કંઈપણ વસ્તુ પડી જાય તો તેને તરત જ દૂર કરો. ફ્રિજમાં હાનિકારક બેક્ટેરિયા ફેલાતા અટકાવવા માટે ફ્રિજને વહેલી તકે સાફ કરો. તરત જ સફાઈ કરવાથી કામ સરળ બને છે. તમારે દર અઠવાડિયે (7 દિવસમાં એકવાર) ફ્રિજને સાફ કરવું જોઈએ. આ સમય દરમિયાન ફ્રિજની અંદર દેખાતી ગંદકી, ઢોળાયેલા ખોરાક, એક્સપાયર્ડ આઈટમ્સને દૂર કરો. દર 2-3 મહિને શેલ્ફ અને ડ્રોઅરને દૂર કરીને હળવી ડીપ ક્લિનિંગ કરો. આખું ફ્રિજને ખાલી કરો અને દિવાલો, રબર ગેસ્કેટ, ટ્રે, ફ્રીઝર સેક્શનને સારી રીતે સાફ કરો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *