મુલાયમ એટલું કે મોઢામાં મુકતા જ ઓગળી જશે, સ્વાદિષ્ટ દૂધીના કોફ્તા બનાવવા માટે આ રીત અપનાવો

મુલાયમ એટલું કે મોઢામાં મુકતા જ ઓગળી જશે, સ્વાદિષ્ટ દૂધીના કોફ્તા બનાવવા માટે આ રીત અપનાવો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Lauki Kofta Recipe :  બાળકોને દૂધી બહુ પસંદ હોતી નથી. ઘણા મોટા લોકોને પણ દૂધીનું શાક પસંદ નથી. આવી સ્થિતિમાં તમે ઘરે ટેસ્ટી દૂધી કોફ્તા બનાવી શકો છો. અહીં જણાવેલ રેસીપી ટ્રાય કરી શકો છો. જેની મદદથી તમે ટેસ્ટી બનાવી શકશો. આ રેસીપીને ફોલો કરવા પર નરમ બનશે અને મોંઢામાં જતાની સાથે જ ઓગળી જશે. તેને સ્વાદીષ્ટ બનાવવા માટે કયા-કયા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ તે જાણીએ.

આ વસ્તુઓની જરૂર પડશે

  • અડધો કિલો છીણેલી દૂધી
  • અડધો ચણાનો લોટ
  • 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
  • અડધી ચમચી આદુની પેસ્ટ
  • ઝીણી સમારેલા 2 ટામેટા 
  • 1 સમારેલી ડુંગળી 
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો 
  • 1 ચમચી કોથમીર પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો 
  • 5-6 ચમચી ઝીણી સમારેલું કોથમીર
  • તેલ
  • હિંગ
  • 1 ચમચી જીરું
  • સ્વાદ અનુસાર મીઠું

દૂધીના કોફ્તા બનાવવાની રીત

દૂધીના કોફ્તા બનાવવા માટે દૂધીને ધોઈને છાલ ઉતારી લો. પછી તેને એક વાસણમાં છીણી નાખો. પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, આદુની પેસ્ટ સાથે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કોથમીર પાવડર, 1 ચમચી લીલા કોથમીર, અડધી ચમચી ચાટ મસાલા, ચણાનો લોટ અને મીઠું નાખો. તેને થોડી વાર માટે ઢાંકીને રાખો.

બટાકા ભૂંગળા રેસીપી, ઘરે બનાવો ટેસ્ટી

ટામેટાં, લીલા મરચાં અને ડુંગળીને ઝીણી સમારી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ઉમેરો અને તેને ગરમ કરો. આ પછી, કોફ્તા મિશ્રણને થોડું થોડું ઉમેરો અને પકોડીયા તૈયાર કરો. તેમને બહાર કાઢીને રાખો. ફરીથી પેનમાં થોડું તેલ ઉમેરો. પછી તેમાં હીંગ, જીરું અને તમાલપત્ર ઉમેરો અને ફ્રાય કરો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો તેમાં ટામેટાં ઉમેરો અને ફ્રાય કરો. પછી ફેંટીને દહીં ઉમેરો. આમ કરવાથી ટેકસ્ચર અને ટેસ્ટ સારો આવે છે. લીલા ધાણા ઉમેરીને સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *