Cut back Display Time : આજના સમયમાં ફોન, લેપટોપ અને ટીવી સ્ક્રીન મનુષ્યની લાઇફના અભિન્ન અંગ બની ગયા છે. આની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે. રાત્રે ખૂબ જ ઓછા લોકો જ ગાઢ અને સારી ઊંઘ મેળવી શકે છે. આનું એક મુખ્ય કારણ સૂતા પહેલા સતત સ્ક્રીન જોતા રહેવું છે. જો તમે તમારા ફોન, લેપટોપ અથવા ટીવીનો ઉપયોગ કર્યા પછી તરત જ ઊંઘી જાઓ છો, તો ઊંઘ આવવી મુશ્કેલ બને છે અને તમારી ઊંઘની ગુણવત્તા બગડે છે.
આરોગ્ય નિષ્ણાતો માને છે કે પૂરતી ઊંઘ ન મળવાથી અનેક માનસિક અને શારીરિક બીમારીઓ થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે સ્ક્રીનનો સમય કેવી રીતે ઘટાડવો અને સૂવાના સમય પહેલા તેને કેટલા સમય પહેલા બંધ કરવો જરૂરી છે? ચાલો આ મુદ્દાઓ પર વિગતવાર જાણીએ
સ્ક્રીનનો સમય ઊંઘ પર કેવી અસર કરે છે?
સૌથી પહેલા પ્રશ્ન એ છે કે ઊંઘતા પહેલા તમારા ફોન, લેપટોપ અથવા ટીવીનો ઉપયોગ અને ઊંઘ વચ્ચે શું કનેક્શન છે? સરળ શબ્દોમાં કહીએ તો આ બધા ડિવાઇસમાં બ્લૂ લાઇટ નીકળે છે, જે આપણા મગજને સંકેત આપે છે કે હજુ દિવસનો સમય છે. આ શરીરમાં ઊંઘના હોર્મોન મેલાટોનિન બનવામાં અવરોધ ઉભો કરે છે, જેના કારણે ઊંઘ આવતી નથી અથવા વારંવાર જાગી જવાય છે.
ઊંઘવાના કેટલા સમય પહેલા સ્ક્રિન જોવાનું બંધ કરવું જોઈએ?
આરોગ્ય નિષ્ણાતોના મતે ઊંઘવાના સમયના લગભગ એક કલાક પહેલા સ્ક્રીન જોવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. આ થોડું મુશ્કેલ લાગે છે, પરંતુ નાની-નાની ટિપ્સની મદદથી તમે સારી શરૂઆત કરી શકો છો. અહીં કેટલાક નિયમો છે જે તમારે ચોક્કસપણે તમારા અને તમારા પરિવારના દિનચર્યામાં સમાવિષ્ટ કરવા જોઈએ.
ઊંઘવાનો ફિક્સ ટાઈમ રાખો
ઊંઘવાનો એક ફિક્સ ટાઈમ રાખો. આનાથી સ્ક્રીન ટાઇમ મેનેજ કરવાનું પણ સરળ બનશે. જો તમે રાત્રે 10 વાગ્યે ઊંઘવાનું ફિક્સ કરો છો તો તમે રાત્રે 9 વાગ્યે સ્ક્રીન ટાઇમ સંપૂર્ણપણે બંધ કરી શકો છો. જ્યારે આપણો ઊંઘવાનો સમય ફિક્સ હોતો નથી ત્યારે સ્ક્રીન ટાઇમને કંટ્રોલ કરવામાં પરેશાની આવે છે.
એક રિલેક્સિંગ નાઇટ ટાઇમ રૂટિન બનાવો
જો તમે ઊંઘવાના એક કલાક પહેલા સ્ક્રીન સમય છોડી દો છો તો હવે પ્રશ્ન એ છે કે તેના બદલે શું કરવું. આ માટે તમે એક રિલેક્સિંગ નાઇટ ટાઇમ રૂટિન બનાવો. મેડિટેશન કરો, પુસ્તક વાંચો, પરિવાર સાથે વાત કરવી, હળવું સંગીત સાંભળવું જેવી ઘણી બાબતોને તમે તમારા રૂટિનમાં સમાવેશ કરી શકો છો.
નાઇટ મોડ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર ઓન કરો
કેટલીકવાર તમારે તમારા ફોન પર કંઈક મહત્વપૂર્ણ જોવાની જરૂર પડે છે. તેથી તમે રાત પડતાની સાથે જ નાઇટ મોડ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર ઓન કરી શકો છો. આની તમારી આંખો પર વધુ અસર થશે નહીં અને તમારી ઊંઘ પર પણ ઓછી પ્રભાવિત થશે. જોકે તમારે આ ફક્ત ત્યારે જ કરવું જોઈએ જ્યારે એકદમ જરૂરી હોય.
તમારા શરીરમાં પાણીની ઉણપ તો નથીને, આ 5 સંકેતોથી ઓળખો
તમારા ફોનને પલંગથી દૂર રાખો
આપણે ઘણીવાર આપણા ફોનને પલંગની નજીક રાખીએ છીએ અને પહેલી તક મળતાં જ તેને ઉપાડીએ છીએ. તેથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે ફોનને પલંગથી દૂર રાખવો, જેથી આપણને ફરીથી તેને જોવાની ઇચ્છા ન થાય અને નોટિફિકેશન ડિસ્ટર્બ પણ ના કરે. ઘણા રિસર્ચ તો એવું પણ સૂચવે છે કે તમારા ઓશિકા પાસે ફોન રાખીને ઊંઘવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.
વાર્મ લાઇટિંગનો ઉપયોગ કરો
રાત્રે ઘણી બ્રાઇટ સફેદ લાઇટના બદલે હળવો પીળો અથવા વાર્મ લાઇટિંગનો ઉપયોગ કરો. આ તમારી આંખોને આરામ આપે છે અને ધીમે ધીમે તમારા શરીરને ઊંઘ માટે તૈયાર કરે છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

