જીવનશૈલી | રેસીપી | ઉનાળો | બજારમાં મોંઘીદાટ કાજુ કતરી મળે છે, પરંતુ જો તમે ઘરે જ કંદોઈને ટક્કર મારે એવી કાજુ કતરી બનાવો તો બજારથી ખરીદવાની જરૂર પડશે નહિ. ખાસ વાત એ છે કે આ કાજુ કતરી બનાવવા માટે તમારે માત્ર 2 સામગ્રીની જરૂર પડશે.
કાજુ અને ખાંડ આ 2 જ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો કંદોઈ જેવી સોફ્ટ અને ટેસ્ટી કાજુ કતરી બનાવી શકો છો. આ રેસીપી એટલી સરળ છે કે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. ખાસ વાત એ છે કે આ રેસીપી મિનિટોમાં બની જશે.
કાજુ કતરી રેસીપી
સામગ્રી
2 કપ કાજુ (કાજુ)
1 કપ પાઉડર ખાંડ
પાણી (પલાળવા માટે)
ચાંદીની વરક – ઓપ્શનલ
કાજુ કતરી બનાવાની સિક્રેટ રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)
સૌ પ્રથમ કાજુને ૩ કલાક પાણીમાં પલાળીને રાખો, સંપૂર્ણપણે પાણી કાઢીને સ્મૂધ પેસ્ટ બનાવો. ત્યારબાદ એ જ મિક્સરમાં પાઉડર સુગર ઉમેરો અને ફરીથી બારીક પેસ્ટ બનાવો.
રાગી અને દાળ મિક્સ કરી બનાવો હાઈ પ્રોટીન ભાખરવડી, આ રહી સરળ રેસીપી
મિશ્રણને નોન-સ્ટીક અથવા બોટમ પેનમાં નાખો.ધીમા તાપે 5 મિનિટ સુધી સતત હલાવતા રહો.15 મિનિટ સુધી તેને કુક કરતા રહો જ્યાં સુધી તે નરમ કણક ન બને, ત્યારબાદ ચકાસો, કણક તવા કે હાથ પર ચોંટી ન જાય તેનું ધ્યાન રાખો.
બટર પેપર પર ટ્રાન્સફર કરો અને સરખી રીતે રોલ કરો. ત્યારબાદ હવે ચાંદીના વરખ (ઓપ્શનલ) લગાવો. કાજુ કતરીને ડાયમન્ડ આકારમાં કાપો અને સર્વ કરો.
