Health Suggestions: વ્યસ્ત દિનચર્યાના કારણે લોકો માટે પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. ઓફિસનું કામ, ઘરકામની જવાબદારીઓને કારણે ઘણા લોકો પાસે જીમ જવાનો પણ સમય નથી. જોકે ફિટ રહેવા માટે દરરોજ જીમ જવું તે જરૂરી નથી. થોડી-થોડી નાની આદતો અને સ્માર્ટ ફિટનેસ યુક્તિઓ અપનાવવાથી તમે ફિટ રહી શકો છો.
જીમમાં કલાકો પરસેવો પાડવાને બદલે, કેટલીક આદતોને તમારા દિનચર્યામાં સામેલ કરો. તમને આ દૈનિક આદતો આપમેળે તમારા ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જીમમાં ગયા વિના કોઈ પણ વ્યક્તિ કેવી રીતે પોતાના ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે ચાલો જાણીએ.
સવારે ફક્ત 10 મિનિટ કસરત કરો
જો તમારી પાસે વધુ સમય ન હોય તો પણ સવારની 10-15 મિનિટની કસરત તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તમે જમ્પિંગ જેક્સ, સ્ક્વોટ્સ, પુશ-અપ્સ અને પ્લેન્ક જેવી કસરતો કરી શકો છો. આ કસરતો મેટાબોલિઝમ વધારવામાં અને તમારા શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.
લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો
દરરોજ લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો એ પણ એક પ્રકારની કસરત છે. સીડી ચઢવાથી તમારા પગના સ્નાયુઓ મજબૂત થાય છે, કેલરી બર્ન થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
હેલ્ધી ડાયેટ પર ધ્યાન આપો
ફિટનેસ ફક્ત કસરતથી જ નહીં યોગ્ય ખાનપાનથી પણ જોડાયેલી છ. તમારા આહારમાં ફળો અને શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક અને પુષ્કળ પાણીનો સમાવેશ કરો. જંક ફૂડ અને વધુ પડતી ખાંડ ટાળવી પણ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો – ભોજન પછી 15 દિવસ સુધી રોજ 2 એલચી ખાવ, હેલ્થ પર થશે આવી અસર?, એક્સપર્ટ પાસેથી જાણો
પૂરતી ઊંઘ લો
ઘણા લોકો ફિટનેસ માટે કસરત કરે છે પરંતુ ઊંઘની અવગણના કરે છે. દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી શરીર માટે જરૂરી છે. તેનાથી શરીરને રિકવરી અને એનર્જી મળે છે.
શક્ય હોય તેટલું ચાલો
આખો દિવસ ખુરશીમાં બેસી રહેલું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ટ્રાય કરો કે થોડું-થોડું ચાલવાનો પ્રયાસ કરો. ઓફિસમાં દર કલાકે થોડી વોક કરો. ફોન પર વાત કરતી વખતે પણ ચાલો, આ આદત કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
સ્ટ્રેચિંગને આદત બનાવો
લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરમાં જડતા અને દુખાવો થઈ શકે છે. આને ટાળવા માટે દિવસમાં 2-3 વખત હળવું સ્ટ્રેચિંગ કરો. આ શરીરને રિલેક્સ કરવા અને ફ્લેક્સિબિલિટી વધારવામાં મદદ કરે છે.
