Share Market Crash Right now Information Dwell Replace In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતા સેન્સેક્સ નિફ્ટી સહિત એશિયન બજારો ધરાશાયી થયા છે. ક્રૂડ ઓઇલના ભાવ 22 ટકા ઉછળીને 115 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે. જાપાનનો શેરબજાર 3600 પોઇન્ટ તૂટ્યો છે.
સેન્સેક્સ 1800 ધરાશાયી, નિફ્ટી 600 પોઇન્ટ ધડામ
ક્રૂડ ઓઈલમાં ભડકાથી સેન્સેક્સ નિફ્ટી ધરાશાયી થયા છે. સેન્સેક્સ 1862 પોઇન્ટના કડાકા સાથે 77056 ખુલ્યો હતો. ઓપરેશનિ સેશનમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 76700 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 418 પોઇન્ટ ઘટીને 23,868 ખુલ્યો હતો. પેનિક સેલિંગના દબાણથી નિફ્ટી પણ 620 પોઇન્ટના ઘટાડે 23833 સુધી ગયો હતો. શેરબજારમાં ચારે વેચવાલી હતી.
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને અધધધ ₹ 12 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સેન્સેક્સમાં 2200 પોઇન્ટ અને નિફ્ટીમાં 620 પોઇન્ટનો કડાકો બોલાયો છે. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી આજે ઓપનિંગ સેશનમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કૂલ માર્કેટકેપ 437.18 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગત શુક્રવારે 449.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને અધધધ… 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ક્રૂડ ઓઇલમાં ભડકો, 1 બેરલનો ભાવ 115 ડોલર પાર
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે અને 1 બેરલનો ભાવ 115 ડોલરને વટાવી ગયો છે, જે સાડા વર્ષનો સૌથી ઉંચી સપાટી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ખાડી દેશોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામ ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે. તો યુએસ ક્રૂડ ફ્યૂચરનો ભાવ 27 ટકા ઉછળી 115.2 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. યુએસ ક્રૂડ ફ્યૂચર પાછલા સપ્તાહમાં 35 ટકા ઉછળ્યો છે, જે વર્ષ 1983માં આ ક્રૂડ વાયદામાં ટ્રેડિંગ શરૂ થયા પછીનો સૌથી મોટો ઉછાળો છે. તો પાછલા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ વાયદો 28 ટકા ઉછળ્યો છે, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઉછાળો છે.
એશિયન શેરબજારોમાં હાહાકાર, જાપાન માર્કેટ 3600 પોઇન્ટ ધડામ
ક્રૂડ ઓઇલમાં ભડાકાની આગ દુનિયાભરના શેરબજારોને દઝાડી રહી છે. જાપાનીઝ શેરબજારમાં 3640 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તાઇવાન બજાર 1767 પોઇન્ટ, કોરિયા 407 પોઇન્ટ, જકાર્તા માર્કેટ 300 પોઇન્ટ તૂટ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે.
-
Mar 09, 2026 09:23 IST

Mar 09, 2026 09:19 IST
સેન્સેક્સ 1800 ધરાશાયી, નિફ્ટી 600 પોઇન્ટ ધડામ
ક્રૂડ ઓઈલમાં ભડકાથી સેન્સેક્સ નિફ્ટી ધરાશાયી થયા છે. સેન્સેક્સ 1862 પોઇન્ટના કડાકા સાથે 77056 ખુલ્યો હતો. ઓપરેશનિ સેશનમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 76700 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 418 પોઇન્ટ ઘટીને 23,868 ખુલ્યો હતો. પેનિક સેલિંગના દબાણથી નિફ્ટી પણ 620 પોઇન્ટના ઘટાડે 23833 સુધી ગયો હતો. શેરબજારમાં ચારે વેચવાલી હતી.
-
Mar 09, 2026 09:13 IST