ટેકાના ભાવે મગફળી વેચી પણ પેમેન્ટ ન મળ્યું, ખેડૂતો લાલઘૂમ

ટેકાના ભાવે મગફળી વેચી પણ પેમેન્ટ ન મળ્યું, ખેડૂતો લાલઘૂમ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સરકારે ખેડૂતોને ટેકાનો ભાવ આપીને મગફળીની ખરીદી તો કરી પરંતુ કેટલાક ખેડૂતો હજુ પણ પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે. ખરીફ સિઝનમાં પાકેલી મગફળીના રૂપિયા હાલ રવિ સિઝન પાક પર છે ત્યાં સુધીમાં પણ ન મળતાં ખેડૂતોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવા અંદાજે 7 હજાર જેટલા ખેડૂતો છે જેઓને ટેકાના ભાવે વેચેલી મગફળીનું પમેન્ટ નથી મળ્યું. ખેડૂતોના લાખો રૂપિયા અટવાયેલા છે ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે ઝડપથી અને વ્યાજ સાથે રૂપિયા ચૂકવવામાં આવે. ખેતીવાડી અધિકારીએ ખાતરી આપી કે પેમેન્ટ અટકવાના જે પણ કારણો છે એ દૂર કરીને ટૂંક સમયમાં જ ખેડૂતોને નાણા ચૂકવી દેવાશે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે પણ ઝડપથી ખેડૂતોને પેમેન્ટ મળશે એવી હૈયા ધારણા આપી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *