અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. ઇંગોરાળા, નાની ધારીમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. જાણે ચોમાસું જામ્યું હોય એમ પાણી વહેવા લાગ્યા. નાના વિસાવદર સહિતના ગામોમાં પણ માવઠાનો માહોલ જોવા મળ્યો. ઉનાળાની શરૂઆતમાં જ મોસમના આ બદલાયેલા રૂપથી જીરું, ચણા, ઘઉં, ધાણી સહિતના તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તો બીજી તરફ કેરીના પાક પર વિપરીત અસર થવાની ખેડૂતોને ભીતિ છે.
Source link
