Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Funds 2026-27: આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026-27 વિધાનસભામાં રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી હતી. તેમણે એક્સ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે,”વિકસિત ગુજરાતને નવી ઊર્જા પ્રદાન કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સપનાઓને નવી દિશા આપતું ગુજરાત બજેટ 2026-27 આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરીશ”.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપવાની જાહેરાત કરી હતી. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સુચવી છે.

પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્‍ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્‍ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો

જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્‍ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્‍સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર

રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60percentથી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈના હાથમાં ‘કાળી બેગ’

GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.

ગરીબો માટે 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું.

સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઇ કરું છું.

નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *