‘પહેલા ક્યારેય આવા વૈશ્વિક પડકારો નથી જોયા, છતાં અર્થતંત્ર મજબૂત’ બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

‘પહેલા ક્યારેય આવા વૈશ્વિક પડકારો નથી જોયા, છતાં અર્થતંત્ર મજબૂત’ બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

નાણામંત્રી નિર્મલા સિતારમણે નેટવર્ક 18 ગ્રુપના ચીફ એડિટર રાહુલ જોશીને એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ આપ્યો. જેમાં તેમણે વર્તમાન સ્થિતિમાં જે વૈશ્વિક પડકારો અને ભારતના અર્થતંત્રને લઈને મોટું નિવેદન આપ્યું. 

વૈશ્વિક પડકારો અને ભારતના અર્થતંત્રને લઈને નાણામંત્રીનું મોટું નિવેદન
વૈશ્વિક પડકારો અને ભારતના અર્થતંત્રને લઈને નાણામંત્રીનું મોટું નિવેદન

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે નેટવર્ક 18ના ચીફ એડિટર રાહુલ જોશીને એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમણે દેશની આર્થિક સ્થિતિ પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે વિશ્વમાં પરિસ્થિતિ હાલ પડકારજનક છે પરંતુ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. સરકાર આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આ વર્ષ અને આવનારા 5 વર્ષની રણનીતિ તૈયાર કરી રહી છે.

નાણામંત્રીએ કહ્યું કે વિશ્વમાં અનિશ્ચિતતા કોઈ નવી વાત નથી અને દરેક દેશની સરકારને સમય સમય પર આવી સ્થિતિઓનો સામનો કરવો પડે છે. જોકે હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે તે પહેલા કરતા ઘણી અલગ છે. તેમણે કહ્યું કે આ પહેલી વાર છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થિતિ દેશના આર્થિક અને નીતિગત નિર્ણયો પર ઊંડી અસર નાખી રહ્યા છે. જેના કારણે સરકારી ઉતાવળ્યા નિર્ણયને બદલે સમજી વિચારીને દૂરના દ્રષ્ટિકોણથી નિર્ણય લઈ રહી છે.

નિર્મલા સિતારમણે સ્પષ્ટ કર્યું કે સરકારના નિર્ણયો હાલના નાણાકીય વર્ષ સુધી સીમિત નથી. તેમણે કહ્યું કે આ વર્ષ અને આવનારા 5 વર્ષને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ એ છે કે વૈશ્વિક ઉતાર ચઢાવ હોય તેમ છતાં દેશની અર્થવ્યવસ્થા સ્થિર બની રહે. આ માટે બજેટ ખર્ચ અને રોકાણ સાથે દરેક પગલાને વ્યાપક રણનીતિ સાથે લેવામાં આવી રહ્યા છે.

નાણા મંત્રીએ જણાવ્યું કે આ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને જોતા એક નવા ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોની યોગ્ય વહેંચણી સાથે આર્થિક સંતુલન મજબૂત બનાવવાનો છે. સરકારનું માનવું છે કે મજબૂત નાણાકીય સ્થિતિ અનિશ્ચિતતાઓને સામે લડવા માટેની તાકાત છે. તેમણે ભરોસો આપ્યો કે યોગ્ય નીતિઓ અને સંસ્થાગત સુધારાઓ દ્વારા ભારત આવનારા વર્ષોમાં મજબૂતી સાથે આગળ વધતું રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *