પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ. મીના રાજેશ જોશી નામની મહિલાએ વીડિયો વાયરલ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાએ વીડિયોમાં દાવો કર્યો છે કે તેને વડોદરાના એજન્ટ દ્વારા 70 થી 80 હજારની નોકરીની લાલચ આપવામાં આવી હતી. જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને બેલારૂસ પહોંચી હતી. જો કે એજન્ટોએ કહેલું કામ ન મળતા આખરે તબેલામાં રહેવાની નોબત આવી. સાથે જ આ મામલે મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે એજન્ટનો સંપર્ક કરતા તેમણે પણ હાથ ઉંચા કરી દીધા અને નંબર બ્લોક કરી દીધો હતો. હાલ વીડિયો મારફતે ભારત પર આવવા મહિલાએ મદદની ગુહાર લગાવી છે.
Source link
