સુરત: કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

સુરત: કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

લોન માટે સંપર્ક કરનાર લોકોને રૂ. 799થી રૂ. 999 સુધીની પ્રોસેસિંગ ફી ભરવા કહેવામાં આવતી હતી. ફી ભર્યા બાદ ન તો લોન મળતી અને ન તો પૈસા પરત અપાતા. આ રીતે જુલાઈ 2025થી અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 10 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

આ કેસમાં પોલીસે પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે
આ કેસમાં પોલીસે પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે

સુરત: શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના વધતા બનાવો વચ્ચે સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. લોન અપાવવાના બહાને લોકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે નમન મનસુખભાઈ ચૌહાણ ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી EPIC FINANCIAL સર્વિસ અને CHAUHAN BROTHERS FINANCIAL SERVICE નામની ઓફિસ ચલાવતા હતા. આ કોલ સેન્ટર મારફતે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોન સંબંધિત લાલચજનક જાહેરાતો આપતા હતા. “કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર તરત લોન” જેવી જાહેરાતોથી લોકોનો વિશ્વાસ જીતી તેઓનો સંપર્ક કરાતો હતો.

પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી

લોન માટે સંપર્ક કરનાર લોકોને રૂ. 799થી રૂ. 999 સુધીની પ્રોસેસિંગ ફી ભરવા કહેવામાં આવતી હતી. ફી ભર્યા બાદ ન તો લોન મળતી અને ન તો પૈસા પરત અપાતા. આ રીતે જુલાઈ 2025થી અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 10 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

સાયબર ક્રાઇમ સેલની રેડ

માહિતી મળતા સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પર્વત પાટીયા વિસ્તારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન મુખ્ય આરોપી પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી, જ્યારે તેનો સાથી નમન મનસુખભાઈ ચૌહાણ ફરાર થઈ ગયો હતો.

મુદ્દામાલ જપ્ત

પોલીસે રેડ દરમિયાન છેતરપિંડી માટે વપરાતો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ત્રણ મોબાઈલ ફોન, 1 લેપટોપ, 37 નોટબુક, 5 સીમકાર્ડ અને વિવિધ દસ્તાવેજો સમાવિષ્ટ છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 55000 આંકવામાં આવી છે. આરોપીઓ સામે IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસની જનતાને અપીલ

સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપતાં કહ્યું છે કે, માત્ર RBI દ્વારા માન્ય એપ્સ જ ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયા પર આવતી લોન અને રોકાણની લાલચજનક જાહેરાતોથી દૂર રહો. કોઈ પણ લોન માટે અગાઉથી પ્રોસેસિંગ ફી માંગવામાં આવે તો સાવધાન રહો. પોલીસનું કહેવું છે કે નાગરિકોની સતર્કતા જ આવા ઓનલાઈન ફ્રોડ સામે સૌથી મોટું હથિયાર છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ કાર્યવાહીથી એક મોટી છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *