ઝાયડસ હૉસ્પિટલ્સે વડોદરાની VINS હૉસ્પિટલ ખરીદી લીધી, વડોદરાવાસીઓને મળશે વ્યાપક સુવિધા

ઝાયડસ હૉસ્પિટલ્સે વડોદરાની VINS હૉસ્પિટલ ખરીદી લીધી, વડોદરાવાસીઓને મળશે વ્યાપક સુવિધા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા દ્વારા વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સની હોસ્પિટલને હસ્તગત કરતાં વડોદરાવાસીઓને વધુ વ્યાપક ન્યુરોલોજીકલ સાયન્સની સુવિધા મળશે.

News18
News18

300 બેડ ધરાવતી વડોદરાની ઝાયડસ મલ્ટિ સ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલે, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સ (VINS) હૉસ્પિટલ હસ્તગત કરી છે. 50 બેડ ધરાવતા આ સેન્ટરના સંપાદન સાથે, ઝાયડસ હૉસ્પિટલ્સને ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીમાં એક સમર્પિત સેન્ટર મળશે જે તેને ન્યુરો-કેરની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ સુધી પહોંચવા સક્ષમ બનાવશે.

આ વિષય પર, ઝાયડસ હૉસ્પિટલ્સના ચેરમેન પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ઝાયડસ મલ્ટીસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલ ઝડપથી વડોદરામાં એડવાન્સ્ડ મેડિકલ કેર માટેનું એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે. VINS હૉસ્પિટલને એક્વાયર કરવા સાથે, અમે અમારી ન્યુરો-સ્પેશિયાલિટી ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી રહ્યા છીએ. જેની હેઠળ અગ્રણી ક્લિનિકલ કુશળતા, અદ્યતન ટેકનોલોજી અને વ્યાપક સેવાઓને અમે એકસાથે લાવી રહ્યા છીએ. આ સાથે ઝાયડસ, વડોદરા તથા સમગ્ર વિસ્તારના લોકો માટે વિશ્વ-સ્તરીય આરોગ્યસંભાળ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવશે અને ન્યુરોસાયન્સ સંભાળ માટે ભારતના સૌથી વ્યાપક કેન્દ્રોમાંના એક બનાવવાના અમારા વિઝનને આગળ વધારશે.”

આ પગલું ઝાયડસ હૉસ્પિટલ્સના ન્યુરોસાયન્સ પોર્ટફોલિયોને નોંધપાત્ર રીતે વધુ સક્ષમ બનાવશે, જે બ્રેઈન અને સ્પાઇનલ ટ્યુમર, એન્યુરિઝમ, મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, સ્ટ્રોક, ટ્રોમા, ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS), તેમજ એપિલેપ્સી સર્જરીની સાથે સંપૂર્ણ એપિલેપ્સી કેર જેવી જટિલ પરિસ્થિતિઓનું સંચાલન કરવા માટે કુશળતા લાવશે.

બે દાયકા પહેલા ડૉ. મોનિશ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ સ્થાપિત થયેલી VINS હૉસ્પિટલે વડોદરામાં વિશેષ ન્યુરોલોજીકલ સારવાર માટે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સ હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલના સંયોજનથી દાયકાઓનાં ક્લિનિકલ અનુભવ અને સર્જિકલ કુશળતાથી ઝાયડસની ન્યુરો સેવાઓ વધુ વિસ્તૃત બનશે.

2012 માં સ્થાપિત ઝાયડસ હૉસ્પિટલ્સ પશ્ચિમ ભારતના અગ્રણી ખાનગી આરોગ્યસંભાળ નેટવર્કમાંની એક બની ગયી છે. અમદાવાદ, આણંદ અને વડોદરા સ્થિત તેનાં સેન્ટર્સની સાથે ઘોડાસર(અમદાવાદ), સુરત અને રાજકોટમાં તેની હાજરી સતત વિસ્તરી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગુણવત્તાયુક્ત સારવારના ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા માટે જાણીતી ઝાયડસ હૉસ્પિટલે દર્દી-કેન્દ્રિત અભિગમને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ટેક્નોલોજી અને અનુભવી ક્લિનિકલ નિષ્ણાતોની મજબૂત ટીમ સાથે સંકલિત કર્યો છે.

હૉસ્પિટલમાં મુખ્ય તમામ વિશેષતાઓ હેઠળ વ્યાપક સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં ઇન-હાઉસ ડાયગ્નોસ્ટિક્સ, તપાસ, રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે -જેના કારણે એક જ છત હેઠળ સતત અને સુવ્યવસ્થિત સારવાર સુનિશ્ચિત થાય છે. મેડિકલ ટેકનોલોજી અને સંશોધનમાં સતત પ્રગતિ દ્વારા વિશ્વ-સ્તરીય આરોગ્યસેવા પહોંચાડવાના મિશનથી પ્રેરિત ઝાયડસ હૉસ્પિટલે સતત સાત વર્ષ સુધી અમદાવાદની શ્રેષ્ઠ હૉસ્પિટલ તરીકે માન્યતા મેળવી છે અને આજે તે અંગ પ્રત્યારોપણ માટેનું વિશ્વસનીય કેન્દ્ર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *