મહિસાગર જિલ્લાના ભાણપુર ગામમાં તસ્કરોએ ફિલ્મી સ્ટાઈલમાં ચોરીને અંજામ આપ્યો. 4 જેટલા તસ્કરોએ રાતના અંધારામાં મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ સમયે જ ઘરમાં રહેલા સભ્યો જાગી જતા તસ્કરોએ ભાગી જવાને બદલે તમામને બંધક બનાવ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો. જો કે પરિવારના એક સભ્યએ તેમનો સામનો કરવાનો પ્રયાસ કરતા આખરે ફિલ્મોમાં જોવા મળતી ઘટના જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તસ્કરોએ માલિકને દોરડા વડે લટકાવીને ઢોર માર માર્યો હતો અને અંતે ઘરમાં પડેલ દોઢ લાખની રોકડ તથા 4 લાખ રૂપિયાના ઘરેણાનની લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા.
Source link
