ડેસર વિસ્તારમાં શાંતિપુરા પાસે આવેલી પાનમ કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા હજારો ગેલન શુદ્ધ પાણી કોતરમાં વહી રહ્યું છે, જેનાથી પાણીનો ભારે વેડફાટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્યએ અધિકારીઓને ફોન પર સૂચના આપી અને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, અધિકારીઓ સ્થળની મુલાકાત પણ ન લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળ્યા. મહત્વનું છે કે શિયાળુ પાકને બચાવવા માટે વહેલી તકે ગાબડું પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Source link
